આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અમાનતુલ્લાહ ખાને જાહેરાત કરી છે કે તેઓ તરબેઝ અન્સારીની પત્નીને દિલ્હી વક્ફ બોર્ડ તરફથી 5 લાખ રુપિયા અને તેણીને દિલ્હી વક્ફ બોર્ડમાં નોકરી પ્રદાન કરશે. અમાનતુલ્લાહ ખાને જણાવ્યું કે, શનિવારે તેઓ દિલ્હી વક્ફ બોર્ડની એક ટીમ સાથે ઝારખંજ જશે અને તરબેઝ અંસારીના ઘરે જઇને તેમની પત્ની સાથે મુલાકાત કરશે.
ઝારખંડ મોબ લિંચિંગ: પરિવારને નોકરી અને 5 લાખ રુપિયા આપશે વક્ફ બોર્ડ - Zarkhand
નવી દિલ્હી: ઝારખંડમાં મોબ લિંચિંગનો શિકાર થયેલા તરબેઝ અંસારીની પત્નીને દિલ્હી વક્ફ બોર્ડે સહાયતા માટે રકમ અને નોકરી આપવાની જાહેરાત કરી છે. ઝારખંડમાં થયેલી અમાનવીય ઘટનાને લઇને દિલ્હી વક્ફ બોર્ડે તરબેઝ અન્સારીની પત્નીને 5 લાખ રુપિયા અને નોકરી આપવાની જાહેરાત કરી છે.
tabrez
વધુ માહિતી મુજબ તેઓ તેમની પત્નીની કાયદાકીય સહાયતા પણ કરશે. હવે આ જોવાનું રહ્યું કે દિલ્હી સરકાર દ્વારા તરબેઝ અંસારીની પત્ની કાયદાકીય મદદ લઇને આ બાબતમાં આગળ કયા નિર્ણય લે છે.