ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની રેસ્ટોરેન્ટમાં સાડી પહેરીને આવેલા મહિલાને રોકાઇ, કહ્યું- પરંપરાગત પહેરવેશમાં અહીં એન્ટ્રી નથી મળતી

દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરેન્ટમાં મહિલાને સાડીમાં આવતા પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. હરિયાણાના ગુરૂગ્રામની પાથવે સીનિયર સ્કૂલના પ્રિન્સિપાલ સંગીતા નાગ તેમના પતિ સાથે રેસ્ટોરેન્ટમાં ગયા હતા. ત્યાં કર્મચારીએ તેમને કહ્યું કે, અહીં પરંપરાગત પહેરવેશમાં લોકોને એન્ટ્રી અપાતી નથી.

દિલ્હીની રેસ્ટોરેન્ટમાં સાડી પહેરીને આવેલા મહિલાને રોકીને, કહ્યું- પરંપરાગત પહેરવેશમાં અહીં એન્ટ્રી નથી મળતી
દિલ્હીની રેસ્ટોરેન્ટમાં સાડી પહેરીને આવેલા મહિલાને રોકીને, કહ્યું- પરંપરાગત પહેરવેશમાં અહીં એન્ટ્રી નથી મળતી

By

Published : Mar 15, 2020, 11:57 PM IST

નવી દિલ્હી: સાડી પહેરીને રેસ્ટોરેન્ટમાં પહોંચેલી એક મહિલાને રેસ્ટોરેન્ટના કર્મચારીએ એન્ટ્રી આપવાથી ઇનકાર કરી દીધો હતો. આ ઘટના 10 માર્ચના વસંત કૂંજ સ્થિત કાઇલિન એન્ડ ઇવી રેસ્ટોરેન્ટમાં બની હતી. ગુરૂગ્રામની પાથવે સીનિયર સ્કૂલના પ્રિન્સિપાલ સંગીતા નાગ તેમના પતિ સાથે રેસ્ટોરેન્ટમાં ગયા હતાં. કર્મચારીએ તેમને કહ્યું કે, અહીં પરંપરાગત પહેરવેશમાં લોકોને એન્ટ્રી અપાતી નથી. મહિલાએ આ ઘટનાનો વીડિયો ટ્વિટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર રેસ્ટોરેન્ટનું લાઇસન્સ રદ કરવાની માંગણી ઉઠી રહી છે. ત્યારબાદ રેસ્ટોરેન્ટએ સ્પષ્ટતા કરી કે અહીં આ પ્રકારના કોઇ પ્રતિબંધ નથી. માત્ર શોર્ટ અને ચપ્પલ પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

રેસ્ટોરેન્ટના ડાયરેક્ટર સૌરભ ખનિજોએ આ ઘટના પર માફી માંગી. તેમણે કહ્યું- જે કર્મચારી વીડિયોમાં દેખાય છે તે હજુ નવો છે. અમારે ત્યાં માત્ર શોર્ટ્સ અને ચપ્પલ પહેરીને આવવા પર પાબંદી છે.

સંગીતા નાગએ જે વીડિયો ટ્વિટ કર્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કર્મચારીએ સંગીતાને કહ્યું કે, આ પહેરવેશને અમે મંજૂરી આપતા નથી. તેના પર સંગીતાએ સવાલ કર્યો- તમારું બાર અને રેસ્ટોરેન્ટ ભારતમાં છે, દિલ્હીમાં છે. તેમ છતા તમે અહીં પરંપરાગત પોશાક પહેરીને આવવા પર એન્ટ્રી નથી આપતા? તેના જવાબમાં કર્મચારીએ કહ્યું કે, અહીં પરંપરાગત પહેરવેશને મંજૂરી અપાતી નથી. આ જવાબ બાદ સંગીતાએ કહ્યું કે, હું એ જ જાણવા માંગતી હતી. ધન્યવાદ.

આ ઘટના બાદ સંગીતાએ વીડિયો ટ્વિટ કર્યો. તેમણે લખ્યું- કાઇલિન એન્ડ ઇવી રેસ્ટોરેન્ટમાં મને ભારતીય હોવા પર ભેદભાવનો અનુભવ થયો. અહીં મને પરંપરાગત પહેરવેશના કારણે એન્ટ્રી ન મળી. ભારતમાં એક રેસ્ટોરેન્ટ જે સ્માર્ટ કેઝ્યુઅલને મંજૂરી આપે છે, પરંતુ ભારતીય પોશાક પહેરીને આવનારાઓને નહીં. જે કંઇ પણ થયું ત્યારબાદ હું ભારતીય હોવા પર ગર્વ કેવી રીતે કરું?

ABOUT THE AUTHOR

...view details