ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 1,652 પોઝિટિવ કેસ, 1994 દર્દીઓ સ્વસ્થ થયા

રાજધાની દિલ્હીમાં કોરોના ચેપનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જો કે, અત્યાર સુધીમાં 82 ટકાથી વધુ લોકો સાજા થઇ ગયા છે.

દિલ્હીમાં  24 કલાકમાં કોરોનાના 1652 કેસ
દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 1652 કેસ

By

Published : Jul 16, 2020, 7:49 PM IST

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 1,652 નવા કેસ નોંધાયા છે. આ વધારા સાથે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,18,645 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 58 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે કુલ મૃત્યુની સંખ્યા 3,545 છે. દિલ્હીમાં કોરોનાના 17,407 સક્રિય દર્દીઓ છે. તો આ સાથે કુલ 97,693 દર્દીઓ સાજા થયા છે.

દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ, આ સતત છઠ્ઠો દિવસે છે જ્યારે નવા કેસની સંખ્યા 1000થી 2000 ની વચ્ચે રહી છે. જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 17,407 થયા છે. દિલ્હીમાં 97,693 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

ABOUT THE AUTHOR

...view details