નવી દિલ્હીઃ દિલ્હીમાં રહેતા શુભમ કુમાર ઝા નામના વિદ્યાર્થીએ નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી બેંગ્લોરમાં પ્રવેશ માટે કર્ણાટકના વિદ્યાર્થીઓને 25 ટકા અનામતની જોગવાઈને પડકારતી અરજી દાખલ કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે NLSIU બેંગાલુરૂમાં કર્ણાટકના વિદ્યાર્થીઓની અનામત પડકારતી અરજી ફગાવી
દિલ્હી હાઈકોર્ટે નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી, બેંગાલુરૂમાં કર્ણાટકના વિદ્યાર્થીઓને અનામતની જોગવાઈને પડકારતી અરજી પર સુનાવણી ટાળી દીધી છે. જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાયદો કર્ણાટક સરકારે બનાવ્યો છે આથી દિલ્હી હાઈકોર્ટના અધિકાર હેઠળ આવતો નથી.
પરંતુ સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે આ કાયદો કર્ણાટકની સરકાર દ્વારા ઘડવામાં આવ્યો છે. આથી તેના પર દિલ્હી હાઈકોર્ટ ના ક્ષેત્ર અધિકારનો ઉપયોગ થઈ શકે નહીં. અરજી કરનારે જણાવ્યું હતું કે આ યુનિવર્સિટી દ્વારા સમગ્ર દેશમાં પરીક્ષાઓ યોજવામાં આવે છે પરંતુ હાઈકોર્ટે તેની દલીલો ફગાવી દીધી હતી.
નેશનલ લો યુનિવર્સિટી દિલ્હીમાં પ્રવેશ માટે દિલ્હીમાં ભણેલા વિદ્યાર્થીને 50 ટકા અનામતની જોગવાઈ ના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટે રોક્યો હતો. કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે LLB અને LLM માં પ્રવેશ માટે અગાઉથી ચાલી રહેલા નિયમો જ અમલમાં રહેશે.