દિલ્હીના રમખાણો સંબંધિત 3 કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરાશે
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોને લઈને સતત ચાર્જશીટ દાખલ કરી રહી છે. ત્રણ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે. તેમાંથી પહેલો કેસ મૌજપુર ચોક ખાતે તોફાનો થયા હતા. બીજો કેસ કર્દમપુરી પુલિયામાં હત્યાનો હતો અને ત્રીજો કેસ કર્દમપુરી પુલિયા પાસેની સરકારી દવાખાના પાસે હત્યાનો હતો.
નવી દિલ્હી: ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે મંગળવારે દાખલ કરવામાં આવેલી પ્રથમ ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, 24 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે, મૌજપુર ચોક ખાતે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ જૂથમાંથી એક સીએએના સમર્થનમાં હતો. જ્યારે બીજો વિરોધમાં હતો. બંને બાજુથી પથ્થરમારો થયો હતો અને ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેમાં પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં વિનોદ નામનો યુવાન ઘાયલ થયો હતો, જેનું બાદમાં મોત નીપજ્યું હતું. આ કેસમાં શાહરૂખ પઠાણ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં સામેલ અન્ય લોકોની ઓળખ હજુ કરવામાં આવી રહી છે.