આ અંગેની સત્તાવાર નોટિસ સોમવારે દિલ્હી સરકારના ગૃહ વિભાગના નાયબ સચિવ (ગૃહ -1) દ્વારા જાહેર કરવામાં આવી હતી. જાહેર કરવામાં આવેલા ટ્રાન્સફર ઓર્ડરમાં કુલ 11 દિલ્હી પોલીસ અધિકારીઓના નામ જાહેર કરાયા છે. આ 11 નામમાં પાંચ નામ તો આઇપીએએસના છે અને ડીએનઆઈપીએસ (દિલ્હી, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ પોલીસ) સેવાના છ અધિકારીઓ છે.
જામિયા હિંસા: એડીશનલ DCP સહિત અન્ય 10 પોલીસ અધિકારીને પદ પરથી હટાવ્યા - adistional dcp transfer
નવી દિલ્હી: જામિયામાં થયેલી કથિત હિંસા બાદ દક્ષિણ-પૂર્વિય જિલ્લાના એડીશનલ ડીસીપી કુમાર જ્ઞાનેશને ટ્રાન્સફર કરી દીધા છે. સોમવારે દિલ્હી સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં દિલ્હી પોલીસના અન્ય 10 અધિકારીઓના નામ પણ તેમા સામેલ છે. જો કે, દિલ્હી પોલીસ મુખ્યાલય આ નોટિસને રુટિન માને છે.
આદેશ મુજબ 2010 બેચના આઈપીએસ અધિકારીઓમાં, બ્રિજેન્દ્રકુમાર યાદવને ડીસીપી (સુરક્ષા) માંથી હટાવવામાં આવ્યા છે અને વધારાના ડીસીપી -1 ઉત્તર-પશ્ચિમ જિલ્લા તરીકે મુકવામાં આવ્યા છે. 2011 ની બેચના આઈપીએસ અધિકારી પ્રતાપસિંઘને દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના એડિશનલ ડીસીપી -1ના પદ પરથી દૂર કરીને દક્ષિણ-પૂર્વ જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ-પૂર્વ જિલ્લામાં એડિશનલ ડીસીપી -1, ડીએનઆઈપીએસ સેવા અધિકારી કુમાર જ્ઞાનેશને પોસ્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને પ્રતાપસિંહની જગ્યાએ દક્ષિણ પશ્ચિમ જિલ્લામાં મુકવામાં આવી છે.
નોંધનીય છે કે કુમાર જ્ઞાનેશ અધિક ડીસીપી -1 હતા, તેઓ દક્ષિણપૂર્વના જિલ્લામાં જામિયા નગર અને જામિયા મિલિયા ઇસ્લામીયા યુનિવર્સિટીમાં રવિવાર 15 ડિસેમ્બર, 2019 ના રોજ લોહિયાળ સંઘર્ષ થયો હતો. દિલ્હી પોલીસના સૂત્રો જણાવે છે કે, બબાલ પછી દિલ્હી પોલીસને પૂછાયેલા તમામ પ્રશ્નોથી પોતાને બચાવવા માટે કુમાર જ્ઞાનેશને તાત્કાલિક અસરથી જિલ્લામાંથી હટાવી દીધા છે.