આ સૈન્ય સમારોહમાં શહીદ ચિત્રેશ બિશ્ટ અને શહીદ મેજર વિભૂતિના પરિજનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણવશ શહીદોના પરિજનો આ સૈન્ય સમ્માન સમારોહમાં ન આવ્યા. સૈનિકોના સમ્માનમાં આયોજિત આ કાર્યક્રમમાં રક્ષાપ્રધાને અંદાજે 2 કલાક સમય વિતાવ્યો. આયોજન સ્થળથી થોડા કિલોમીટરની દુરી પર શહીદ મેજર વિભૂતિનું ઘર હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, આટલી વ્યસ્તતાના લીધે રક્ષાપ્રધાન બંને શહીદોના પરિજનોને મળવા ન જઈ શક્યા.
સૈન્ય સમ્માન સમારોહમાં રક્ષા પ્રધાન પહોંચ્યા દહેરાદૂન - Gujarat news
દેહરાદૂનઃ BJP ધારાસભ્ય ગણેશ જોશીએ સોમવારે હાથીબડકલાના સર્વે ઑડિટોરિયમમાં શહીદ જવાનોના પરિવારો અને પૂર્વ સૈનિકોના સમ્માનમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે રક્ષાપ્રધાન નિર્મલા સીતારામણે હાજરી આપી હતી.
આ અવસર પર રક્ષાપ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે, શહીદોના પરિવારો પ્રતિ તેમની પૂરી સહાનુભૂતિ છે. તેમની સરકાર શહીદોના પરિજનોની શક્ય તેટલી મદદ કરી રહી છે. રક્ષાપ્રધાને કહ્યું કે, પૂરો દેશ ભારતીય સેનાની સાથે ઉભો છે. દેશની શાંતિ ભંગ કરનારા દુશ્મનોને કોઈ પણ કિંમતે છોડવામાં નહી આવે.
રક્ષાપ્રધાનનો દેહરાદૂન પ્રવાસ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને પણ જોવામાં આવી રહ્યો છે. કારણ કે ઉત્તરાખંડમાં 80 ટકા પરિવાર આર્મીમાં છે. તેમાં BJP સૈન્ય પરિવારોમાં પોતાની વોટબેંક જોઈ રહી છે.