રાહુલ ગાંધી પર પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં વિવાદીત નિવેદન આપતા RSSને લઈને અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ હતો. આરોપની અનુસાર રાહુલ ગાંધી પત્રકાર ગૌરી લંકેશની હત્યાને RSSની વિચારધારા સાથે જોડી હતી.
જામીન મળ્યા બાદ રાહુલે કહ્યું, આ વિચારધારાની લડાઈ છે - court
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી મુંબઈની શિવડી કોર્ટમાં રજૂ થયા હતા. બદનક્ષીના કેસમાં રાહુલ કોર્ટમાં હાજર થયા. રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં 15 હજારમાં આગોતરા જામીન મળ્યા છે. જામીન મળ્યા બાદ રાહુલે કહ્યું કે. તે ગરીબો ખેડૂતોની સાથે ઉભા છે. મજૂરોની સાથે પણ ઉભા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વિચારધારાની લડાઈ છે. આ લડાઈમાં મજા આવી રહી છે. રાહુલે કહ્યું કે, તેઓ 10 ગણી વધારે તાકાતથી આ લડાઈ શરૂ રાખશે.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, પત્રકાર ગૌરી લંકેશી સપ્ટેમ્બર 2017માં બેગલૂરુમાં તેમના ઘર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
Last Updated : Jul 4, 2019, 3:08 PM IST