ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રકાશ જારવાલની જામીન અરજી અંગેનો નિર્ણય સુરક્ષિત રખાયો

ડૉક્ટર આપઘાત કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે. જસ્ટિસ સુરેશ કૈતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી ચૂકાદો અનામત રાખ્યો હતો.

પ્રકાશ જારવાલની જામીન અરજી અંગેનો નિર્ણય સુરક્ષિત રખાયો
પ્રકાશ જારવાલની જામીન અરજી અંગેનો નિર્ણય સુરક્ષિત રખાયો

By

Published : Jun 19, 2020, 4:13 PM IST

નવી દિલ્હી : 28 મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે પ્રકાશ જારવાલની જામીન અરજી ફગાવી દીધી હતી. ગત 8 મેના રોજ કોર્ટે પ્રકાશ જારવાલ અને કપિલ નાગર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

જારવાલની ગત 9 મેના રોજ દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. જારવાલની વચગાળાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે 4 જૂને નામંજૂર કરી હતી. કોરોનાને કારણે જારવાલના સસરાના અવસાન બાદ અંતિમ સંસ્કારમાં ભાગ લેવા તેમણે વચગાળાના જામીનની માગ કરી હતી.

18 એપ્રિલે ડો.રાજેન્દ્રસિંહે આત્મહત્યા કરી હતી. ડોક્ટરે તેના ઘરે ફાંસી ખાઇને આત્મહત્યા કરી હતી. પોલીસને ડોક્ટરના ઘરેતી બે પાનાની સ્યુસાઇડ નોટ મળી હતી. સ્યુસાઇડ નોટમાં તેમણે આત્મહત્યાનો જવાબદાર પ્રકાશ જારવાલ અને કપિલ નાગરને ગણાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details