મુઝફ્ફરપુરમાં અત્યાર સુધી કુલ 129 લોકોના મૃત્યું થયા છે. SKMCH હોસ્પિટલમાં ઓછામાં ઓછા 109 લોકોના મોત થયા છે, જ્યારે કેજરીવાલ હોસ્પિટલમાં 20 લોકોનાં મોત થયા છે. આજે પણ મધુબનીમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાળકીનો ઈલાજ ન થવાને કારણે તેનું મોત થયું હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, સમય પર એમ્બ્યુલન્સ પહોંચી ન હતી, જેના કારણે 5 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનું કહેવું છે કે, તેઓ આ બિમારી વિશે કાંઇ જ જાણતા નથી.
100થી વધારે બાળકોના મૃત્યુ બાદ જાગૃતિનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, તેનાથી કાંઈ ખાસ અસર થઈ નહોતી અને બાળકોનો મૃત્યુ થતાં રહ્યા હતા. અમલદારોની આ બેદરકારીએ બિહારમાં બ્યૂરોક્રેસીની પોલ ખોલવાની સાથે જ નીતિશ સરકારને નીચુ દેખાડવામાં કોઈ જ કસર છોડી નથી. સતત ડૉકટર્સની લાપરવાહીને કારણે SKMCH હોસ્પિટલના વરિષ્ઠ રૂડેન્શિયલ ડૉક્ટર, ડૉ. ભીમસેન કુમારને બરતરફ કરવામાં આવ્યા હતા. હેલ્થ ડિપાર્ટમેન્ટે 19 જૂનના રોજ પટણા મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના ડોકટરોને દેખરેખ માટે નિમણૂંક કરાઈ હતી.