વિષ્ણુ બામરેએ થોડા દિવસ પહેલા 8 જૂનના દિવસે માંડવા વસ્તીમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના 24 કલાકની અંદર જ પોલીસે વિષ્ણુની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં આરોપી વિરુદ્ધ 30 લોકોએ નિવેદન દાખલ કરાવ્યા હતા. પોલીસે વિષ્ણુ પ્રસાદ ઉર્ફે બબલુની ઓકારેશ્વર પાસેથી ધરપકડ કરી હતી.
9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને 32 દિવસમાં મળી સજા-એ-મોત - murder
મધ્યપ્રદેશ: રાજ્યની ભોપાલ કોર્ટ દ્વારા 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરનાર દોષી વિષ્ણુ પ્રસાદ બામરેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ બાબતે ઘટનાના 32 દિવસ બાદ ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે. આ ઘટના કમલાનગર થાના વિસ્તારની છે.
murder
રાજધાની ભોપાલના કમલાનગરમાં 8 જુનના દિવસે માંડવા વસ્તીથી એક 9 વર્ષની બાળકી લાપતા થઇ હતી. બીજા દિવસે તેનો મૃતદેહ તેના ઘર પાસેથી મળ્યો હતો. દોષી વિષ્ણુ બાળકીનો પાડોશી હતો. વિષ્ણુ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.