નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશોની વચ્ચે રક્ષા કરાર થવાની સંભાવના છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. અમેરિકી રક્ષા ફર્મ લોકહીડ માર્ટિનથી 2.6 અરબ ડોલરમાં 24 MH 60 રોમિયો સીહોક હેલિકોપ્ટરની ખરીદને મંજૂરી આપવાની પ્રક્રિયામાં છે. આ સિવાયના 6 અપાચે હેલિકોપ્ટર પણ લેશે.
કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીના સૂત્રો પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ દરમિયાન આ કરાર થવાની સંભાવના છે. એમ. એચ 60 રોમિયો સીહોક હેલિકોપ્ટરની ખરીદમાં ભારતને 15 ટકા આપવા પડશે.
ડીલ પર હસ્તાક્ષર બાદ આગામી બે વર્ષમાં પ્રથમ જથ્થો આવશે. આગામી 4 વર્ષમાં ભારત 24 રોમિયો સીહોક હેલિકોપ્ટર મળશે.
લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિટ આ હેલિકોપ્ટર, જહાનો અથવા દુશ્મનોના અન્ય ઠેકાણો પર નિશાન સાધી શકે છે.