નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે પૈતૃક સંપત્તિ મામલામાં મોટો ચુકાદો આપ્યો છે. આ મુજબ પુત્રી અને પુત્રને પૈતૃક સંપત્તિ ઉપર સમાન અધિકાર છે. કોર્ટે કહ્યું કે, પુત્રી જન્મ સાથે પિતાની સંપત્તિમાં સમાન બની જાય છે. ત્રણ ન્યાયાધીશની ખંડપીઠે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે, જો હિન્દુ ઉત્તરાધિકાર સંશોધન એક્ટ 2005 પહેલા પિતાનું મોત નીપજ્યું હોય, તો પણ પુત્રીઓને સંપત્તિ પર અધિકાર મળશે.
પુત્રીને પણ પૈતૃક સંપત્તિ પર સમાન અધિકાર રહેશે: સુપ્રીમ કોર્ટ - supreme court news update
સુપ્રીમે કોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. પુત્રીને પણ તેમના પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળશે. સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપતા કહ્યું કે, જો હિન્દુ ઉત્તરાધિકારી સંશોધન એક્ટ 2005 પહેલા પિતાનું મોત નીપજ્યું હોય તો પણ દીકરીને સમાન અધિકાર મળશે.
પુત્રીને પણ પૈતૃક સંપત્તિ પર સમાન અધિકાર રહેશે: સુપ્રીમ કોર્ટ
આનો અર્થ એ છે કે 9 સપ્ટેમ્બર, 2005ના હિન્દુ ઉત્તરાધિકારી સંશોધન એક્ટ મુજબ, જો આ તારીખ પહેલા પિતાનું મોત નીપજ્યું હોય, તો પણ પુત્રીઓને સંપત્તિમાં સમાન અધિકાર મળશે. જસ્ટિસ અરૂણ મિશ્રાએ ચુકાદો આપતાં કહ્યું કે, પિતા હયાત હોય અથવા ના હોય તો પણ પુત્રીને પુત્રો સમાન સમાન અધિકાર આપવો પડશે, કારણ કે પુત્રી આખી જિંદગીની પિતાના હ્રદયની નજીક રહે છે.