- કેદારનાથના કપાટ થયા બંધ
- ઉત્તરાખંડ અને યુપીના મુખ્યપ્રધાને કર્યા બાબા કેદારનાથના દર્શન
- સીએમ ત્રિવેન્દ્રસિંહ ભજન ગાતા જોવા મળ્યા
- બદ્રીનાથ જવાનો પણ બંને મુખ્યપ્રધાનનો કાર્યક્રમ
રુદ્રપ્રયાગ: ભગવાન શિવના જ્યોતિર્લિંગ પૈકીના એક બાબા કેદારનાથ મંદિરના કપાટ સોમવારે બંધ કરવામાં આવ્યા હતા. બાબા કેદારના ધામમાં ગત રાત્રીથી શરૂ થયેલી બરફવર્ષા સોમવાર સવાર સુધી ચાલુ રહી હતી. જેનાથી કેદારનાથ ધામનું વાતાવરણ વધુ રમણીય અને સુંદર બન્યું હતુ. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા.
યોગી આદિત્યનાથે બરફીલા વાતાવરણમાં ફોટાઓ પાડ્યા
યોગી આદિત્યનાથે હિમવર્ષામાં કેદારનાથ ભગવાનના દર્શન કર્યા હતા. તેમણે બરફીલા વાતાવરણમાં ફોટાઓ પાડવાનો આનંદ માણ્યો હતો. યોગી આદિત્યનાથ ઘણીવાર ગોરખનાથ ધામમાં ગાય અને વાછરડાને ઘાસચારો ખવડાવતા જોવા મળે છે. જોકે આ વખતે બરફવર્ષા દરમિયાન યોગીને કેદારનાથ જવાની તક મળી અને તેમણે ત્યાં બરફવર્ષના ફોટા પાડ્યા હતા. આ તકે યોગી આદિત્યનાથનું અલગ જ રૂપ જોવા મળ્યું હતું.