કેન્દ્ર સરકારે આ ચારેય રાજ્યોમાં NDRFની 80થી વધારે ટીમ કામે લગાવી દીધી છે. વાયુસેના, નૌસેના તથા રાજ્યની તમામ રાહત અને બચાવ ટીમો સતત લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા તથા તેમની મદદ કરવામાં જોડાઈ ગયા છે. શનિવાર સુધીમાં કેરલમાં 57, કર્ણાટકમાં 31, મહારાષ્ટ્રમાં 27 તથા ગુજરાતમાં 21 લોકોના મોત થઈ ગયા છે.
દેશમાં પૂરની ગંભીર સ્થિતી, અમિત શાહ હવાઈ નિરીક્ષણ કરે તેવી શક્યતા - ndrf
નવી દિલ્હી: દેશના ચાર રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતીનું નિર્માણ થયું છે, જેને લઈ હાલ ચિંતાજનક માહોલ ઊભો થયો છે. આ ચાર રાજ્યોમાં જોઈએ તો કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ ચારેય રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. હાલ તો આ રાજ્યોમાં બચાવ અને રાહત કાર્ય પૂરજોશમાં ચાલુ છે. આ ચારેય રાજ્યોમાં અત્યાર સુધીમાં 136 લોકોના મોત થઈ ગયા છે.
file
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ ચારેય રાજ્યોમાંથી આજે ગૃહ પ્રધાન અમિત શાહ હવાઈ નિરીક્ષણ કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં જોઈએ તો લગભગ 6 હજારથી પણ વધારે લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, વડોદરા સહિત અનેક જગ્યાએ પાણીનો ભરાવો થઈ ગયો છે.
ગત રોજ આ અનુક્રમમાં નિર્મલા સીતારમણ કર્ણાટક પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની નિષ્ફળ ગયેલા પાકને લઈ ચર્ચા કરી બનતી મદદ કરવા ભલામણ પણ કરી છે.