NDRF અને બચાવી ટીમે પહેલાથી જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. આ માટે 50 ટીમ પણ ખડે પગે રહી છે. જેના માટે 8 ટીમ આંધ્રપ્રદેશમાં તૈનાત કરી છે.
ફેની વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ઓડિશામાં 28 ટીમ, પશ્ચિમ બંગાળમાં 6 ટીમ તથા અમુક ટીમ તમિલનાડૂ પણ તૈનાત કરવામાં આવી છે.
ગુરુવારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે લોકોને ચેતવણી પણ આપી હતી. તથા લોકોને સુરક્ષિત સ્થાન પર જવા અપિલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ પણ આ અંગે સમયસૂચકતા દાખવી ફેની વાવાઝોડાથી સામનો કરવા માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેને લઈ વડાપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરિય બેઠક પણ ગોઠવી હતી.
ફાનીને કારણે ધોધમાર વરસાદ તેમજ જોરદાર પવન ફૂંકાયા છે.
અસરગ્રસ્ત જિલ્લાઓ માટે સરકારે આશરે રાહત અને બચાવ માટે 5,000 શેલ્ટર હોમ બનાવ્યા છે.
SRC ઓડિશાના રીપોર્ટ મુજબ, ચક્રવાત ફાનીના કારણે ભુસ્ખલન શરૂ થઈ ગયું છે. ઓડિશાના કેટલાક કાંઠા વિસ્તારોમાં ભુસ્ખલનનો પણ અનુભવ થયો છે.