સાહિબગંજ: છત્તીસગઢમાં સોમવારે નક્સલવાદી હુમલામાં સાહિબગંજનો સીઆરપીએફ જવાન શહીદ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સાહિબગંજના મુફાસિલ પોલીસ સ્ટેશન હેઠળ મહાદેવગંજ ગામના પશ્ચિમ તોલામાં રહેતો સૈનિક મુન્ના યાદવના શહીદ થયાના સામાચાર પરિવારને મળતા પરિવારમાં ગમગીની છવાઇ હતી. જોકે આ અંગે ધીમે ધીમે માહિતી ગામમાં ફેલાતા લોકોની કતારો શાહીદના પરિવારને મળવા આવવા લાગી.
છત્તીસગઢમાં નક્સલી હુમલોઃ CRPFનો જવાન શહીદ
સોમવારે સાહિબગંજનો સીઆરપીએફ જવાન છત્તીસગઢના નક્સલી હુમલામાં શહીદ થયો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતા પરિવારમાં ગમગીની છવાઇ હતી.
છતીસગઢમાં નકસલી હુમલામાં સીઆરપીએફનો જવાન શહીદ
પરિવારમાં બે નાના બાળકો, પત્ની તેમજ ઘરડા માતા-પિતા સહિત શહીદ મુન્ના યાદવને ત્રણ ભાઈઓ છે, તે બીજા નંબરનો ભાઈ હતો. પરિવારજનોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. શાહીદ જવાનના સગાએ જણાવ્યું કે, આજે સાંજે 3 વાગ્યે કંપની કમાન્ડરએ માહિતી આપી હતી કે મુન્ના યાદવ શાહીદ થયો છે, ઓપરેશન દરમિયાન નક્સલવાદી એન્કાઉન્ટરની ગોળીએ તેને મોતને ધાટ મોકલ્યો હતો. મંગળવારે પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે ત્યાર બાદ મૃત દેહને હેલિકોપ્ટર દ્વારા સાહિબગંજ મોકલી દેવામાં આવશે.