ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CRPF જવાને દિવ્યાંગ બાળકને પોતાના હાથે જમાડ્યું

શ્રીનગરઃ 14 ફેબ્રુઆરીએ પુલવામાં હુમલામાં 40 જવાનોને ગુમાવનાર CRPF જવાન ઈકબાલ સિંહે દિવ્યાંગ બાળકને પોતાનું ભોજન જમાડ્યું હતું. આ માટે CRPFના ડાયરેક્ટર જનરલે તેમનું સન્માન પણ કર્યું હતું. ઈકબાલ 14 ફેબ્રુઆરીએ CRPF કાફલા પર થયેલા હુમલોનો હિસ્સો હતા. તેઓ તે હુમલા દરમિયાન કાફલામાં ટ્રક ચલાવી રહ્યાં હતા.જમ્મૂ-કાશ્મીરમાં તૈનાત સુરક્ષાબળો અને સ્થાનિક પથ્થરબાજો વચ્ચે ટકરાવની સ્થિતિ આમ તો સામાન્ય બનતી હોય છે. કાશ્મીરીઓ સુરક્ષાદળો પર આરોપ લગાવે છે કે તેઓ તેમના પર અત્યાચાર ગુજારે છે. પણ તાજેતરમાં સામે આવેલો એક વીડિયો પથ્થરબાજોની બોલતી બંદ કરાવી દે તેવો છે. આ વીડિયોમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો જવાન એક દિવ્યાંગ બાળકને પોતાના હાથે ભોજન ખવડાવી રહ્યો છે અને પાણી પીવડાવી રહ્યો છે. આ બાળક માનસિક રીતે નબળું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

CRPF જવાને દિવ્યાંગ બાળકને પોતાના હાથે જમાડ્યું

By

Published : May 15, 2019, 12:45 AM IST

ઈકબાલ સિંહ CRPFના ડ્રાઈવર છે. 13મેના રોજ તે શ્રીનગર નવકદલ ચૈક પર હતા. બપોરના ભોજનના સમયે તેમણે એક બાળકને ભૂખ્યો જોયો હતો. બાદમાં તેમણે પોતાનું ભોજન બાળકને આપ્યું હતું. બાળક દિવ્યાંગ હતો, બાદમાં ઈકબાલ સિંહે પોતાના હાથે બાળકને જમાડ્યો હતો.બાળક પણ એકદમ આરામથી જમે છે. ત્યાર બાદ ઈકબાલ સિંહે બાળકને પાણી માટે પુછે છે કે, પાણી પીશ. તો બાળક પણ માથુ હલાવીને હકારમાં જવાબ આપે છે. પવિત્ર રમઝાન દરમિયાન ઘટેલી આ ઘટનાએ લોકોના દિલ જીતી લીધા છે.વીડિયો બહાર આવ્યા બાદ સીઆરપીએફના ડાયરેક્ટર જનરલે તેમનું સન્માન કર્યું હતું.

CRPF જવાને દિવ્યાંગ બાળકને પોતાના હાથે જમાડ્યું

ABOUT THE AUTHOR

...view details