નવી દિલ્હી: ક્રાઈમ બ્રાન્ચ મંગળવારે ઉત્તર પૂર્વ દિલ્હીના ચાંદ બાગ હિંસા કેસના આરોપી અને હાંકી કઢાયેલા આમઆદમી પાર્ટીના તાહિર હુસેન, તેના ભાઈ સહિત કુલ 15 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. ક્રાઇમ બ્રાન્ચ વતી આરોપી વિરુદ્ધ દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
આશરે 1000 પાનાની ચાર્જશીટ
ક્રાઇમ બ્રાન્ચે લગભગ 1000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. જેમાં તાહિર હુસેન, તેના ભાઇ અને તેના સમર્થકો પર ષડયંત્ર અને હિંસામાં સામેલ અને હિંસા કરવા માટેના પૂરાવા સહિત ઘણા ખૂલાસાઓ કરવામાં આવ્યા છે. ચાંદ બાગમાં આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા પૂર્વ કાઉન્સિલર તાહિર હુસેનના ઘરની છત પરથી પેટ્રોલ બોમ્બ અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. પોલીસે તેની છત પરથી હિંસામાં વપરાયેલા સામાન જપ્ત કર્યા હતા. જેનો ચાર્જશીટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તાહિર હુસેન હિંસાઓમાં પણ હતો સામેલ
દિલ્હીની હિંસા દરમિયાન માર્યા ગયેલા ઇન્ટેલિજન્સ બ્યૂરોના કર્મચારી અંકિત શર્માના સંબંધીઓએ પણ તાહિર હુસેન પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. 25 અને 26 ફેબ્રુઆરીએ પથ્થરમારા દરમિયાન તેની છત પરથી પથ્થર અને પેટ્રોલ બોમ્બ ફેંકવાનો પણ આરોપ છે.