નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણો મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે શુક્રવારે વધુ 2 કેસોમાં ચાર્જશીટ દાખલ કરી છે. જે બંને જોહરીપુર કેનાલમાં મળી આવેલા 4 મૃતદેહો સાથે સંબંધિત છે. ગટરમાંથી મળી આવેલા 2 મૃતદેહોની ઓળખ હજુ થઈ નથી, જ્યારે 2 મૃતદેહો સગા ભાઈઓની છે. બંનેની હત્યા 25 અને 26 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. હત્યા કર્યા પછી, તોફાનીઓએ આ 4 મૃતદેહને જોહરીપુર કેનાલમાં ફેંકી દીધા હતા.
દિલ્હી હિંસા મામલે ક્રાઈમ બ્રાંચે વધુ 2 કેસોમાં ચાર્જશીટ દાખલ કરી
ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણો મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે શુક્રવારે વધુ 2 કેસોમાં ચાર્જશીટ દાખલ કરી છે. જે બંને જોહરીપુર કેનાલમાં મળી આવેલા 4 મૃતદેહો સાથે સંબંધિત છે. ગટરમાંથી મળી આવેલા 2 મૃતદેહોની ઓળખ હજુ થઈ નથી, જ્યારે 2 મૃતદેહો સગા ભાઈઓની છે. બંનેની હત્યા 25 અને 26 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. હત્યા કર્યા પછી, તોફાનીઓએ આ 4 મૃતદેહને જોહરીપુર કેનાલમાં ફેંકી દીધા હતા.
ક્રાઈમ બ્રાંચે દાખલ કરેલી ચાર્જશીટ મુજબ ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણો મૌજપુર અને ચાંદાબાગમાં શરૂ થયાં હતાં. જે બાદ 26 ફેબ્રુઆરીએ શિવવિહાર તિરાહે પર રમખાણો થયા હતા. 27 ફેબ્રુઆરીએ જોહરીપુરના કેનાલમાંથી 3 લાશ મળી આવી હતી. પરંતુ તે સમયે તેઓની ઓળખ થઈ ન હતી. તે જ દિવસે બપોરે અન્ય એક લાશ મળી આવી હતી. જે સંદર્ભે ગોકુલપુરી પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ચાર ગુના નોંધાયા હતા. ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું છે કે, 26 ફેબ્રુઆરીની રાત્રે એક યુવક ન્યૂ મુસ્તાફબાદમાં તેના ઘરે પરત ફરી રહ્યો હતો. જ્યાં તેને તોફાનીઓએ માર માર્યો હતો અને તેનો મૃતદેહ જોહરીપુર કેનાલમાં ફેંકી દીધો હતો. બીજા કિસ્સામાં પોલીસને બાતમી મળી હતી કે, ભગીરથી વિહાર વિસ્તારના તોફાનીઓએ વીજળી કાપી નાખી હતી અને એક યુવકને ઘરમાંથી ખેંચીને મારી નાખ્યો હતો અને તેનો મૃતદેહ ખુલ્લી ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે, 25 અને 26 ફેબ્રુઆરીએ એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ સભ્યો હતા. આરોપીઓની ઓળખ મૌખિક પુરાવા અને વોટ્સએપ ગ્રુપમાં કરવામાં આવતી ચેટ્સ દ્વારા કરવામાં આવી હતી. આ કેસમાં 10 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ મૃતકનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે.