લખનઉઃ ઉત્તર પ્રદેશ ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ કોરોનાની તાજી જાણકારી આપી હતી. તેમણે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 1,155 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોના મોત થયા છે.
ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,155 પોઝિટિવ કેસ નોંધાયા - ઉત્તર પ્રદેશમાં કોરોના
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છેે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 785 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ આંકડા સાથે રાજ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 27,707 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 785 થયો છે.
5 જુલાઈ સુધીમાં 18,761 દર્દીઓ સાજા થયા છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. શુક્રવારે 29,117 સેમ્પલ લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી સહિત બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ, લાલા લજપતરાય મેમોરિયલ મેેડિકલ કોલેજ, બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ, RML હોસ્પિટલ, નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ બાયોલોજીકલ્સ અને ગણેશ શંકર વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં ટેસ્ટિંગ કરાયા હતાં.