ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારે કહ્યું- કોરોના સામે ભારતીય વેક્સીનને માનવ પર પરીક્ષણની મંજૂરી, મહામારીના અંતની શરૂઆત

દેશમાં કોરોનાના વધતા જતા કેરની વચ્ચે સરકારે કહ્યું હતું કે, 'ભારતમાં બનાવવામાં આવતી કોરોના વેક્સીન COVAXIN અને ZyCov-D marksના માનવ પરીક્ષણોને મંજૂરી વૈશ્વિક કોરોના વાઇરસના અંતની શરૂઆત છે.

COVAXIN
કોરોના વેક્સીન

By

Published : Jul 6, 2020, 8:59 AM IST

Updated : Jul 6, 2020, 9:51 AM IST

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીના કેર વચ્ચે સરકારે કહ્યું કે, ભારતમાં બની રહેલી કોરોના વેકસીન COVAXIN અને ZyCov-D marksના પરીક્ષણને મંજૂરી મળવી એ કોરોના વાયરસના વૈશ્વિક મહામારીના અંતની શરૂઆત છે. જેના કારણે દુનિયાભરમાં 1.12 કરોડ લોકો સંક્રમિત થયાં છે. તેમજ 5.3 લાખ લોકોના મોત થયાં છે.

મંત્રાલયે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં દુનિયામાં 100થી વધુ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેમાંથી 11ને માનવ પરીક્ષણોની પરવાનગી મળી છે. મંત્રાલય દ્વારા જાહેર કરેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા CDSC દ્વારા વેક્સીન માટે માનવ પરીક્ષણને આપવામાં આવેલી પરવાનગી આ વાઇરસના અંતની શરૂઆત છે.

મંત્રાલયે જણાવ્યું કે, ભારતની 6 કંપનીઓ કોરોના વેક્સીન માટે કામ કરી રહી છે. દુનિયાભરમાં 140 દાવેદારોમાંથી 11ને માનવ પરીક્ષણોની પરવાનગી મળી છે. જેમાં COVAXIN અને ZyCov-D પણ સામેલ છે. મંત્રાલયોએ જણાવ્યું કે, બે પ્રમુખ દાવેદારો AZD1222 અને MRNA-1273ના નિર્માતાઓએ પણ ભારતીય કંપનીઓની સાથે ઉત્પાદન કરારો પર હસ્તાક્ષર કરી લીધાં છે.

Last Updated : Jul 6, 2020, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details