ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 58 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 86 હજાર નવા કેસ

દેશભરમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. જોકે આ રોગથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શુક્રવારે નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાના 86,052 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1,141 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે.

દેશમાં કોરોના
દેશમાં કોરોના

By

Published : Sep 25, 2020, 11:50 AM IST

નવી દિલ્હી: છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના 86,052 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,141 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે.

શુક્રવારે સવારે મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 86,052 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1,141 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ભારતમાં કેસની કુલ સંખ્યા 58 લાખને પાર થઇ ગઈ છે. દેશમાં કોવિડ 19 કેસની કુલ સંખ્યા 58,18,571 થઈ ગઈ છે. તેમાં સક્રિય કેસની સંખ્યા 9,70,116 છે, જ્યારે 47,56,165 દર્દીઓ સાજા થયા છે. આ સાથે 92,290 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

ABOUT THE AUTHOR

...view details