નવી દિલ્હી: રેલવેની તમામ પેસેન્જર ટ્રેન 17 મે સુધી સ્થગિત રહેશે. જોકે, ચાલુ લોકડાઉનને કારણે દેશભરમાં ફસાયેલા પરપ્રાંતિયો અને અન્ય લોકો માટે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. કોવિડ-19ના ફેલાવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોવિડ-19: રેલવે પેસેન્જર સેવાઓ 17 મે સુધી સ્થગિત
કોરોના વાઈરસના ફેલાવાને કારણે સરકારે 17 મે સુધી દેશવ્યાપી લોકડાઉન લંબાવી દીધું હોવાથી રેલવેએ જણાવ્યું કે, તેની તમામ પેસેન્જર સેવાઓ ત્યાં સુધી સ્થગિત રહેશે. જો કે, દેશભરમાં ફસાયેલા લોકો માટે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે.
રાષ્ટ્રીય પરિવહનકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની શરતો અનુસાર રાજ્ય સરકારો દ્વારા જરૂર મુજબ સ્થળાંતર કરાયેલા કામદારો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વિવિધ સ્થળોએ ફસાયેલા અન્ય લોકો માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.
નૂર અને પાર્સલ ટ્રેનની કામગીરી ચાલુ રાખવામાં રહેશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના કારણે કેન્દ્ર સરકારે શુક્રવારે દેશવ્યાપી લોકડાઉન 17 મે સુધી લંબાવી દીધું છે. જે પહેલા 24 માર્ચ થી 3 મે સુધી લંબાવવામાં આવ્યું હતું.