હૈદરાબાદ: કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે દેશભરમાં વધીને 17,50,723 થઈ ગઈ છે. દેશમાં 11,45,629 દર્દીઓ સાજા થયા છે, પરંતુ ચેપને કારણે અત્યાર સુધીમાં 37,364 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 5,67,730 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 54,735 નવા કેસ નોંધાયા છે અને 853 લોકોના મોત થયા છે.
- મહારાષ્ટ્ર
રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના નવા 9,509 કેસો સામે આવ્યા હતા. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 4,41,228 થઈ ગઈ. રાજ્યમાં 260 દર્દીઓના મોત થયા હતા આ સાથે રાજ્યમાં આ રોગચાળાથી પોતાનો જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને 15,576 થઈ ગઈ છે.
- કેરળ
રવિવારે કેરળમાં કોરોના વાઇરસના 1,169 નવા કેસો સામે આવ્યા હતા જે બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 25 હજારને પાર થઇ ગઈ છે. એક દિવસમાં રાજ્યમાં 688 લોકો સ્વસ્થ્ય થયા હતા જે બાદ સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા વધીને 14,467 થઈ ગઈ છે.
- તમિળનાડુ
તમિળનાડુમાં કોવિડ -19 ના 5,875 નવા કેસ સામે આવ્યા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2.57 લાખ લોકોને કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ચેપને કારણે વધુ 98 લોકોના મોત થયા છે. વિભાગે કહ્યું કે રવિવારે 5,517 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.96 લાખ લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.
- ગુજરાત