નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં રેકોર્ડ 64,399 નવા કેસ સામે આવતા રવિવારે સંક્રમણનો કુલ આંકડો 21 લાખને પાર પહોંચ્યો છે, જ્યારે 861 લોકોના મોત થવાથી મૃત્યુઆંક 43,379 થયો છે.
આ અંગે સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 53,879 થી વધુ લોકોએ કોરોના વૈશ્વિક મહામારીને મ્હાત આપીને સ્વસ્થ થયા છે. જેની સંખ્યા 14,80,884 થઇ છે. આ સાથે જ સ્વસ્થ થનારા દર્દીઓનો દર 68.78 ટકા થયો છે. મૃત્યુદર ઘટીને 2.01 ટકા થયો છે. દેશમાં આ સમયે 6,28,747 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. દેશમાં કોરોના વાઇરસના કુલ કેસ વધીને 21,53,010 થયા છે.
ભારતમાં કોરોના વાઇરસ
કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ -19ની રોકથામ, તપાસ, ક્વોરન્ટાઇન અને ઉપચાર માટે કરવામાં આવતા પ્રયાસોને કારણે આ મહામારીથી સ્વસ્થ થતા લોકોનો દર 68.32 ટકા થયો છે. જ્યારે મૃત્યુદર ઘટીને 2.04 ટકા થયો છે. મંત્રાલયે કહ્યું કે, ભારતમાં પ્રતિ 10 લાખની આબાદી પર સંક્રમણના કેસ 1496 છે, જ્યારે વૈશ્વિક 2425 છે.