નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દેશમાં કોરોના વાઇરસના નવા 81484 કેસ નોંધાયા હતા, જે બાદ દેશમાં કુલ સંખ્યા 63 લાખને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ચેપના 81,484 નવા કેસ નોંધાયા પછી ચેપની સંખ્યા વધીને 63,94,069 થઈ ગઈ છે. જેમાં 1,095 લોકોના મોત થયા છે. જેથી મૃત્યુઆંક 99,773 પર પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાના કારણે મોતનો આંકડો 1 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 81484 નવા કેસ નોંધાયા
ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના નવા 81484 કેસ નોંધાયા હતા, જે બાદ દેશમાં સંક્રમિત લોકોને કુલ સંખ્યા 63 લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 53 લાખથી વધુ લોકો રોગ મુક્ત થયા છે. વાઇરસના કારણે લગભગ એક લાખ દર્દીઓના મોત નીપજ્યા છે.
કોરોના
આંકડા મુજબ 53,52078 લોકો સાજા થયા છે. તો આ સાથે દેશમાં 9,42,217 સક્રિય કેસ છે.