નવી દિલ્હી : કોરોના મહામારીના કારણે ભારતમાં 11 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા 1,55,227 પર પહોંચી છે. જ્યારે 1,86,934 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થયા છે. કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 3.54 લાખને પાર થઈ છે.
કોરોના મહામારીથી ભારતમાં મૃત્યુઆંક 12 હજારે પહોંચ્યો, એક્ટિવ કેસ 1.55 લાખને પાર
કોરોના મહામારીના કારણે ભારતમાં 11 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા 1,55,227 પર પહોંચી છે.
etv bharat
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કુલ કેસ 1,13,445 નોંધાયા છે.કેન્દ્રસરકારે જાહેર કરેલા આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણથી 5,537 લોકોના મૃત્યું થયા છે.કેટલાક રાજ્યોમાંથી મળેલા આંકડાના વેરિફિકેશન બાદ સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, બુધવારે મૃત્યુઆંક 11,903 સુધી પહોચ્યો છે.
ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ 24577 કેસ છે. રાજ્યમાં મૃત્યુઆંક 1533 પર પહોચ્યો છે.રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના કુલ 44688 કેસ નોંધાયા છે અને 1837 લોકોના મૃત્યું થયા છે.