ગુજરાત

gujarat

ભારતમાં કોરોના સંક્રમણ: છેલ્લા 24 કલાકમાં 41,810થી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ, 496 લોકોના મોત

By

Published : Nov 29, 2020, 1:21 PM IST

ભારતમાં કોરોના સંક્રમિતોનો આંક રવિવાર સુધી 93,92,919 પર પહોંચ્યો છે. ICMR મુજબ શનિવાર સુધીમાં 12,83,449 કોરોના સેમ્પલ લેવાયા હતા. ભારતમાં કોરોનાના 41,810 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 496ના મોત થયા છે.

ભારતમાં કોરોના સંક્રમણ
ભારતમાં કોરોના સંક્રમણ

  • છેલ્લા 24 કલાકમાં 41,810 નવા કોરોના પોઝિટિવ કેસ
  • 4,53,956 એક્ટિવ કેસ
  • 496ના મોત જ્યારે 42,298 સ્વસ્થ

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,810 નવા કેસ નોંધાયા છે, તો 496 લોકોનાં મોત થયા છે. દેશભરમાં 4,53,956 એક્ટિવ કોરોના કેસ છે. નવા આંકડા બહાર આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંક 93,92,920 પર પહોંચી ગયો છે. આમાં કોરોનાથી સ્વસ્થ થનારા 88,02,267 લોકો પણ સામેલ છે. છેલ્લા 24 કલાકમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 42,298 છે. આરોગ્ય મંત્રાલયે આ તાજેતરના આંકડા જાહેર કર્યા છે. ICMR મુજબ શનિવાર સુધીમાં 12,83,449 કોરોના સેમ્પલ લેવાયા છે.

ભારતમાં કોરોના સંક્રમણ
ભારતમાં કોરોના સંક્રમણ

આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યા

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 1,36,696 મૃત્યુ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં 46,986, ત્યારબાદ કર્ણાટકમાં 11,750, તમિલનાડુમાં 11,694, પશ્ચિમ બંગાળમાં 8,322, ઉત્તરપ્રદેશમાં 7,718, આંધ્રપ્રદેશમાં 6,981, પંજાબમાં 4,765, ગુજરાતમાં 3,953 અને 3,277 મધ્યપ્રદેશમાં નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details