કમ્યુનિટી મોબિલિટી રિપોર્ટ્સ અત્યારે ભારત સહિત 131 દેશો માટે ઉપલબ્ધ છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “લોકો જ્યારે સ્થાનિક બિઝનેસ સૌથી ગીચ હોય ત્યારે ઓળખ કરવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે તેવી જ રીતે અમે તે જ એગ્રિગેટેડ, એનોનિમાઇઝ્ડ ડેટાનો ઉપયોગ કરીએ છીએ અને શું બદલાયું છે તેની માહિતી આપીએ છીએ.”
ગૂગલ મેપ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જેન ફિટ્ઝપેટ્રિકે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમે જાહેર આરોગ્ય અધિકારીઓ પાસેથી સાંભળ્યું હતું કે, આ પ્રકારનો એગ્રિગેટેડ, એનોનિમાઇઝ્ડ ડેટા તેમને મદદરૂપ થઇ શકે છે કારણકે તેઓ કોવિડ-19નો સામનો કરવા માટે અતિમહત્વના નિર્ણયો લે છે.”
કોવિડ-19: ગૂગલ મેપ્સે આરોગ્ય અધિકારીઓને યુઝર લોકેશન ડેટા ઓફર કર્યો
ગૂગલ મેપ્સ ભીડભાડવાળા સ્થળો જેવા કે રિટેલ અને રિક્રિએશન, કરિયાણુ અને દવાની દુકાનો, બગીચા, પરિવહન સ્ટેશનો, કાર્યસ્થળો અને રહેણાંક વિસ્તારોમાં લોકોની હિલચાલમાં વધારો કે ઘટાડો જાણવામાં મદદ કરવા માટે આરોગ્ય અધિકારીઓને યુઝર લોકેશન ડેટા ઓફર કરી રહ્યું છે. આરોગ્ય અધિકારીઓ ‘કોવિડ-19 કમ્યુનિટી મોબિલિટી રિપોર્ટ્સ’ વેબસાઇટ પર જઇ તેમનો દેશ પસંદ કરીને પીડીએફ ડાઉનલોડ કરી શકશે જે સમુદાયોની હિલચાલ અંગેની માહિતી આપશે.
તેમણે ઉમેર્યું હતું કે, “વર્ક ફ્રોમ હોમ, આશ્રયસ્થાનો અને વૈશ્વિક મહામારીનો સામનો કરવાના ઉદ્દેશ સાથે ઘડાયેલી અન્ય નીતિઓના સંદર્ભમાં શું બદલાયું છે તેની માહિતી આપવા માટે અમે અમારા કોવિડ-19 કમ્યુનિટી મોબિલિટી રિપોર્ટ્સની પ્રારંભિક આવૃત્તિ પ્રકાશિત કરી રહ્યા છીએ.”
આ રિપોર્ટ છેલ્લા કેટલાક સપ્તાહોથી લઇને પ્રકાશિત થતા પહેલાંના 48-72 કલાક અગાઉ સુધીની માહિતીનો ટ્રેન્ડ આપશે.
કંપનીએ જણાવ્યું હતું કે, “અમે મુલાકાતોમાં વધારા કે ઘટાડાની ટકાવારી દર્શાવીશું અને મુલાકાતોનો ચોક્કસ આંક નહીં આપીએ.”
કોવિડ-19ના ફેલાવા સામે લોકોને રક્ષણ આપવા ઇચ્છતા વિશ્વભરના જાહેર આરોગ્ય અધિકારીઓને આ રિપોર્ટ મદદરૂપ થાય તે સુનિશ્ચિત કરવા માટે કંપની આગામી સપ્તાહોમાં વધુ દેશો અને ક્ષેત્રોને ઉમેરવા માટે કામ કરશે.
આ માહિતી અધિકારીઓને આવશ્યક હિલચાલમાં થયેલા ફેરફારોને સમજવામાં મદદ કરશે જેને આધારે કામકાજના કલાકો તેમજ સેવાઓનો સમય નક્કી કરવા અંગેની ભલામણો કરવામાં મદદ મળશે.
તેવી જ રીતે, પરિવહન કેન્દ્રોની સતત મુલાકાતો વધારાની બસો કે ટ્રેનો ઉમેરવાનું કદાચ સૂચન કરે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગને જાળવી રાખવા જે લોકોને એક ઓરડામાંથી નીકળીને બહાર ફેલાઇ જવાની જરૂર છે તેમને મદદ મળી શકે.
TAGGED:
કોવિડ-19