નવી દિલ્હી : આજે દેશ કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે. ત્યારે આ રોગચાળો ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગૂ છે. જેથી મજૂર વર્ગ સંપૂર્ણ રીતે બેકાર બની ગયો છે. આ જ સમયે દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. દેશની અર્થવ્યવસ્થા સુધારવા અને વિદેશી કંપનીઓને આકર્ષવા માટે ઘણા રાજ્યોએ રાજ્યમાંથી મજૂર કાયદામાં સુધારા કર્યાં છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મજૂર કાયદામાં થયેલા સુધારાની ટીકા કરતા કહ્યું કે, કોરોના સંકટ કામદારોનું શોષણ કરવા અને તેમનો અવાજ દબાવવાનું બહાનું હોઈ શકે નહીં. રાહુલ ગાંધીએ સોમવારે ટ્વીટ કર્યું કે, 'ઘણા રાજ્યો મજૂર કાયદામાં સુધારો કરી રહ્યાં છે. જો કે, કોરોના સામેની લડાઈના નામે મજૂરોના માનવાધિકારને કચડી નાખવામાં આવી રહ્યો છે. અસુરક્ષિત કાર્યસ્થળને મંજૂરી આપવામાં આવી રહી છે.