મહારાષ્ટ્ર: સોમવારે નાસિકમાં નોવેલ કોરોના વાઈરસના 18 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. અગાઉ મૃત્યુ પામેલા 5 લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. નાસિકમાં કોવિડ-19 કેસની સંખ્યા 689 અને મૃત્યુઆંક 33 થયો છે. આ બાબતે આરોગ્ય અધિકારીઓએ માહિતી આપી હતી.
કોરોના વાઈરસ: નાસિકમાં 689 અને માલેગાંવમાં 547 કેસ
નાસિકમાં કોરોના વાઈરસના કુલ કેસોની સંખ્યા 689 પર પહોંચી ગઈ છે, જેમાં સોમવારે વધુ 18 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ અગાઉ મૃત્યુ પામેલા 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નાસિકમાં મૃત્યુઆંક 33 પર પહોંચી ગયો છે.
COVID-19
માલેગાંવમાં 547 કેસ નોંધાયા છે, જ્યારે નાસિકમાં 689 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર નવા કેસમાં લાસલગાંવનો 5 વર્ષનો છોકરો અને માલેગાંવની 10 દિવસની એક છોકરીનો સમાવેશ થાય છે.