નવી દિલ્હીઃ ભાજપાએ પ્રતિદન 5 કરોડ લોકોને ભોજન આપવાનો લક્ષ્ય રાખ્યો છે. જેની માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ એક કરોડ કાર્યકર્તાઓની ટીમ બનાવી છે. આ અંગે તેમણે એક વીડિયો કોન્ફ્રેસિંગ કરી હતી. જેમાં તેમણે પાર્ટીના પદાધિકારીઓ સાથે બે દિવસ સુધી બેઠક કરી હતી. તેમજ વિવિધ રાજ્યોના ભાજપા અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરી હતી.
નડ્ડાએ પાર્ટીના રાષ્ટ્રીય મહાસિચવ પ્રદેશના તમામ અધ્યક્ષને અપીલ કરી હતી કે, તેઓ પોત-પોતાના ક્ષેત્રમાં ભોજન પહોંચાડવાની ટીમ માટે એક ટાસ્ક ફોર્સ તૈયાર કરે. આ ટાસ્ક ફોર્સ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને પ્રતિદિન ભોજન પહોંચાડવાનો કામ કરશે.
શુક્રવારે ભોજન પહોંચાડવાની આ ઝુંબેશ વિશે જેપી નડ્ડાએ દિલ્હી સ્થિત નિવાસથી કરી હતી. આ દરમિયાન ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે, સંક્રમણના વૈશ્વિક સંકટમાં વડાપ્રધાન મોદીએ ખરા અર્થમાં વૈશ્વિક નેતા તરીકેની ભૂમિકા ભજવી છે. તેમણે જી 20 બેઠક કરીને વર્ચુઅલ મીટિંગ દ્વારા એક સરાહનીય કામ કર્યુ છે. હું તેમના કાર્ય અને સૂઝબૂઝની પ્રશંસા કરૂં છું.
નડ્ડાએ આગળ વાત કરતાં કહ્યું હતું કે, વૈશ્વિક મહામારીના આ સંકટમાં ભારતીય જનતાપાર્ટીનો સંકલ્પ કર્યો છે કે, દેશમાં કોઈ પણ ભૂખ્યુ ઉંઘવું જોઈએ નહીં.
ભાજપા સંગઠનના પ્રધાન બી.એલ, સંતોષે ટ્વીટ કરીને ખાનગી સંસ્થાઓ અને NGOને અપીલ કરી હતી કે, તેઓ બનતી મદદ કરે અને કાર્યમાં પાર્ટીને મદદરૂપ બને.