હૈદરાબાદ - ઓવૈસીએ એવા સમયમાં આ નિવેદન આપ્યું છે જ્યારે કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા લોકોની દફનવિધિ માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. કોરોના વાઈરસથી તેલંગણામાં 9 લોકોના મોત થયાં છે. બધા જ મૃતકોએ તબલીગી જમાતની મુલાકાત લીધી હતી.
કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર શહીદ છે : ઓવૈસી
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી કહ્યું છે કે, જેઓ કોરોના વાઈરસના લીધે મૃત્યુ પામ્યા છે તેઓ શહીદ છે. ઓવૈસીએ કહ્યું કે, આ શહીદોની 'નમાઝ-એ-જાનઝાહ' તાત્કાલિક પ્રદાન થવી જોઈએ અને થોડા લોકોની હાજરીમાં દફનવિધિ થવી જોઈએ.
કોરોના વાઈરસ પીડિત શહીદ છે : ઓવૈસી
દફનવિધિ કરતી વખતે મૃતદેહ માટે કપડાનો ઉપયોગ પણ નથી થઈ રહ્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકામાં મૃતકના થોડા જ સંબંધીઓ દફનવિધિમાં હાજર રહી શકશે. કોરોના વાઈરસના ચેપને ફેલાતો અટકાવવા તંત્રની હાજરીમાં દફનવિધિ થઈ રહી છે.