ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાના કાળને કારણે કુપોષણમાં વૈશ્વિક સ્તરે 1 કરોડ બાળકોનું ભાવિ જોખમમાં - લોરૈન લેન્ડિસે

કોરોનાના કોરણે યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા એવો અંદાજ મૂકવામાં આવ્યો છે વિશ્વસ્તરે કુપોષણનાં પ્રમાણમાં 20 ટકા જેટલો વધારો થઇ શકે છે.

કોરોનાના કારણે કુપોષણમાં વૈશ્વિક સ્તરે  1 કરોડ બાળકોનું ભાવિ જોખમમાં
કોરોનાના કારણે કુપોષણમાં વૈશ્વિક સ્તરે 1 કરોડ બાળકોનું ભાવિ જોખમમાં

By

Published : May 26, 2020, 12:13 AM IST

હૈદરાબાદઃ કોરોના વાઇરસ વિશ્વના 1 કરોડ બાળકોને કુપોષણની મહામારીમાં ધકેલી દઇ શકે છે. યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે કોરોના વાઇરસના પગલે જે અસર થઇ છે તેના કારણે જીવન સામે સૌથી મોટો પડકાર ગણાતા કુપોષણનાં પ્રમાણમાં વિશ્વસ્તરે 20 ટકા જેટલો વધારો થઇ શકે છે.

અગાઉથી જ કુપોષણનો શિકાર બનેલા બાળકોના અત્યંત નબળા શરીર ઉપર કોરોના વાઇરસ ખતરનાક અસર કરી શકે છે. તે સાથે રોજની કમાણી ઉપર આધાર રાખનારા અત્યંત નબળા પરિવારો ઉપર પણ આ વાઇરસ ઘાતક અસર ઉપજાવી શકે છે.

કોવિડ સંબંધીત લોકડાઉન અને લોકોની ગતિવિધીઓ ઉપર મૂકવામાં આવેલા પ્રતિબંધોમાં જીવન નિર્વાહ જેવી મહત્વની બાબતની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હતી જેના કારણે હેલ્થ સિસ્ટમ વધુ પ્રમાણમાં કથળી ગઇ હતી, પરિણામ સ્વરૂપ ગરીબ દેશોમાં પરિવારોને પોષણયુક્ત ખોરાક ખાવો સહેજપણ પોસાતો નથી.

જો આપણે હાલ પગલાં લેવામાં નિષ્ફળ જઇશું તો ભાવિ પેઢીની ઉત્પાદકતા, આરોગ્ય અને મોટી સંખ્યામાં કિંમતી જીવન ગુમાવવા પડશે. આજે આ બાળકોને પોષણયુક્ત ખોરાક આપવાથી નક્કી થઇ જશે કે કોવિડની અસર તેઓ ઉપર મહિનાઓ, વર્ષો કે દાયકા સુધી રહેશે કે નહીં. એણ WFP ના ન્યૂટ્રિશિયન વિભાગના ડાયરેક્ટર લોરૈન લેન્ડિસે કહ્યું હતું.

ન્યૂટ્રિસિયન અંગેના આ વર્ષના વૈશ્વિક અહેવાલમાં ગરીબ સમુદાયોમાં પો।ષણ અંગેની સહજ અસમાનતા, શરીરના વિકાસનો અવરોધ અને શારીરિક નબળા પાડે દેવા જેવી બાબતો ઉપર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કોરોના મહામારી અને તેના પગલે સર્જાયેલી આર્થિક અને સામાજિક અસરનો ભોગ બનનારા લોકોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના અને અગાઉથી જ કુપોષણથી પિડાતા બાળકો ઉપર પ્રાથમિક જોખમનું પ્રમાણ વધી શકે છે.

માંદગી કે અપૂરતો ખોરાક એમ બંનેના પગલે તિવ્ર કુપોષણની સમસ્યા સર્જાઇ શકે છે જેના કારણે એકાએક વજનમાં ઘટાડો નોંધાય છે જેની સારવાર ન કરવામાં આવે તો તે સમસ્યા મૃત્યુમાં પરિણમી શકે છે. WFP નો અંદાજ સંકેત કરે છે કે કોવિડ-19ના પગલે ખોરાકની સુરક્ષા બાબતે સર્જાયેલી આર્થિક અને સામાજિક અસરથી પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તિવ્ર કુપોષણનું પ્રમાણ 20 ટકા વધી જશે. આ સંખ્યા એકલી ખોરાકની સુરક્ષાનું પરિણામ છે. આરોગ્યની સુવિધાઓ બંધ કરવાથી પડનારી અસરના પગલે આ સંખ્યા અનેકગણી વધી જશે.


ABOUT THE AUTHOR

...view details