હૈદરાબાદ: નવા કોરોના વાઇરસના પ્રકોપ અને તેના પગલે ઘર-વાસના કારણે દેશભરમાં લગભગ તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ ખોરવાઈ જતાં, ભારતના સૌથી મોટા ખાનગી બહુ-બંદર સંચાલક અદાણી પૉર્ટ્સ, ભારતીય સરકારની માલિકીની ઑઇલ એન્ડ ગેસ કંપની ઇન્ડિયન ઑઇલ, ભારતની સૌથી મોટી મલ્ટિપ્લેક્સ શ્રૃંખલા જેવા કેટલાક સૌથી મોટા ખેલાડીઓ સહિત વધુ અને વધુ સાહસોએ ‘ભગવાનનું કાર્ય’ પેટા નિયમ લાગુ કરવા નિર્ણય કર્યો છે જેનું અનુસરણ બીજા અનેક કરે તેવી સંભાવના છે.
‘ફૉર્સ મજર’ (Force Majeure) તરીકે પણ જાણીતો ‘ભગવાનનું કાર્ય’ પેટા નિયમ અનેક વાર મોટી કૉર્પોરેટ કંપનીઓ અને વાણિજ્યના ખેલાડીઓ માટે સુરક્ષિત નિર્ગમનનો માર્ગ પૂરવાર થાય છે કારણકે તે તેમને ભાડું, અને ધિરાણ સહિત અન્ય અનેક ચીજોની ચુકવણી જેવી કરારથી બાધ્ય ફરજોમાંથી મુક્તિ આપે છે.
‘ભગવાનનું કાર્ય’ શું છે?
‘ફૉર્સ મજર’ ('Force Majeure') એ એક ફ્રેન્ચ પારિભાષિક શબ્દ છે જેનો અનુવાદ ‘પરમ શક્તિ’ થાય છે જે કરારનો એક પેટા નિયમ છે. તે એક પક્ષકાર (પાર્ટી)ને જ્યારે તેના અંકુશ બહાર હોય ત્યારે કરારમાં વચન અપાયેલી કોઈક ચીજમાંથી મુક્ત કરે છે.
રસપ્રદ રીતે, ભારતમાં કરારનું નિયંત્રણ કરતા ૧૮૭૨ના ભારતીય કરાર અધિનિયમ-માં ‘ફૉર્સ મજર’નો ખાસ સંદર્ભ નથી.
જોકે, અધિનિયમની કલમ ૩૨ (આકસ્મિક કરાર અંગે છે) અને ૫૬ (હતાશાનો સિદ્ધાંત સમાવિષ્ટ છે) સ્પષ્ટ રીતે કાયદાકીય ભાષામાં જોગવાઈ કરે છે કે જ્યારે કુદરતી આપત્તિ જેવું મોટું અકળ ‘ભગવાનનું કૃત્ય’ થાય છે ત્યારે કંપનીઓ તેનો ઉપયોગ પોતાની ફરજ બજાવવાની જવાબદારીમાંથઈ પોતાને રક્ષવા કરી શકે છે. અલબત્ત, પહેલી વાત તો એ છે કે ફૉર્સ મજર બંને પક્ષો વચ્ચેના મૂળભૂત કરારનો ભાગ હોવો જરૂરી છે.
યુદ્ધો, રમખાણો, ક્રાંતિઓ, વિસ્ફોટો, હડતાળો, બંદર ઘેરાબંધી, સરકારનાં પગલાંઓ અથવા પૂર, ધરતીકંપો અને સુનામી જેવી કુદરતી આપત્તિઓ ફૉર્સ મજર ઘટનાઓ હોઈ શકે છે.
તે કઈ રીતે કામ કરે છે?
કોઈ પણ પક્ષકાર જેને એમ લાગે કે તે અસાધારણ સંજોગો હેઠળ તેની કરારની ફરજો બજાવી શકે તેમ નથી તે જો કરારમાં ઉલ્લેખિત હોય તો ‘ભગવાનનું કૃત્ય’ પેટા નિયમ લાગુ કરી શકે છે.