નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણના કુલ 23 હજાર 77 કેસ નોંધાયા છે. તેમજ 4749 લોકો સ્વસ્થ થઇ ગયા છે. બુધવારે આ વાઇરસથી કુલ 29 લોકોના મોત થયાં છે. જેમાં મહારાષ્ટ્રમાં 18, ગુજરાતમાં 8, રાજસ્થાનમાં 2 અને દિલ્હીમાં 1 નું મોત થયું છે.
આ ઉપરાંત સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં 283 થયાં છે. ત્યારબાદ ગુજરાતમાં 112, મધ્યપ્રદેશમાં 83 દિલ્હીમાં 50 રાજસ્થાનમાં 27, આંધપ્રદેશમાં 27, તેલંગણામાં 24 ,ઉત્તરપ્રદેશમાં 21, તમિલનાડુમાં 18, કર્ણાટકમાં 17, પંજાબમાં 16 અને પશ્ચિમ બંગાળમાં 15 ના મોતની સંખ્યા છે. કોરોના સંક્રમણથી જમ્મુ કાશ્મીરમાં 5, કેરલ, ઝારખંડ, અને હરિયાણામાં 3 , બિહારમાં 2, મેઘાલય ,હિમાચલ પ્રદેશ, ઓડિશા અને અસમમાં 1 મોત થયાં છે.
આંકડા અનુસાર દેશમાં સંક્રમણમાં સૌથી વધુ કેસ 6,430 મહારાષ્ટ્રમાં આવ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં 2,624 ,દિલ્હીમાં 2,376 અને રાજસ્થામાં 1,964 તમિલનાડુમાં 1,683 અને મધ્યપ્રદેશમાં 1,699 કેસ સામે આવ્યા છે. ઉતરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 1,510, તેલંગણામાં 960 અને આંધ્રપ્રદેશમાં 895, પ્રશ્વિમ બંગાળમાં 514 કેસ સામે આવ્યા છે.
રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 36 નવા કેસ
રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 36 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2000 થઇ છે.
મધ્યપ્રદેશમાં કરોનાના 159 નવા કેસ
મધ્યપ્રદેશમાં કોરોનાના 159 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1846 થઇ ગઇ છે. તેમજ 92 દર્દીના મોત થયાં છે.
ઝારખંડમાં કોરોના સંક્રમણના 7 નવા કેસ
ઝારખંડમાં કોરોના સંક્રમણના 7 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 56 થઇ છે.
બિહારમાં કોરોનાના 38 નવા કેસ