ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાઈરસ ઈફેક્ટઃ દેશમાં અત્યાર સુધી 11 લોકોના મોત, અસરગ્રસ્તોની સંખ્યા 499

દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 490 કેસ નોંધાયા છે અને 11 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 100થી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે.

corona virus covid 19 positive cases list death toll lock down live update gujarat
કોરોના વાઈરસ ઈફેક્ટ

By

Published : Mar 23, 2020, 8:58 PM IST

Updated : Mar 23, 2020, 11:20 PM IST

નવી દિલ્હી: દુનિયા તેમજ દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો દિનપ્રતિ દિન વધી રહ્યો છે. ભારતમાં દર્દીઓની સંખ્યા કુદકેને ભુસકે વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 499 કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાઈરસે 9 લોકોનો ભોગ લીધો છે. છેલ્લા 24 કલાકમાં 100થી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 4 લોકોનાં મોત થયાં છે.

દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ કોરોના વાઈરસને કારણે 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશના 16 જિલ્લાઓને પણ 25 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યા છે.

Last Updated : Mar 23, 2020, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details