ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાનો કહેરઃ અસરગ્રસ્તોનો આંક 55, સરકારે કહ્યું- બિન જરૂરી વિદેશ યાત્રા ટાળો

ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. કોરોનાએ ભારતમાં કુલ 55 લોકોને પોતાના ભરડામાં લીધા છે. મહારાષ્ટ્રના પૂનામાં કોરોના વાયરસના અસરગ્રસ્તનાં કેસ સામે આવ્યાં હતાં, જે બાદ અસરગ્રસ્તોની સંખ્યા 50ને પાર પહોંચી હતી. સ્વસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભારતીય નાગરિકોને બીન જરૂરી વિદેશ યાત્રા ટાળવા સૂચન કર્યું છે.

corona-virus-55-affected-health-department-advises-to-avoid-unnecessary-foreign-travel
કોરોનાનો કહેરઃ અસરગ્રસ્તોનો આંક 55, આરોગ્ય વિભાગે બિન જરૂરી વિદેશ યાત્રા ટાળવા કર્યું સુચન

By

Published : Mar 11, 2020, 10:38 AM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના અસરગ્રસ્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, અસરોગ્રસ્તોની સંખ્યા 55 થઈ છે. કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેરળમાં 2 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આ કારણે રાજ્યમાં અસરગ્રસ્તોની સંખ્યા 14 થઈ છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં પણ 3 નવા કેસો સામે આવ્યાં છે. કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામા મુજબ ભારતીય નાગરિકોને ચીન, ઈટાલી, ઈરાન, કોરિયા, જાપાન, ફ્રાંસ, સ્પેન અને જર્મની જેવા દેશોની મુસાફરી ટાળવાનું કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં 3 કેસ સામે આવ્યા

મહારાષ્ટ્રમાં મંગળવારે 3 નવા કેસ સામે આવ્યાં હતા. સોમવારે 2 લોકોને કોરોના વાયસરની અરસ થઈ હતી, આ 3 લોકો પણ તેમના સંપર્કમાં હોવાથી વાયરસનો ચેપ લાગ્યો હતો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આ 3 નવા કેસોની સાથે રાજ્યમાં કોરોના વાયરસ અસરગ્રસ્તોની સંખ્યા 5 થઈ છે.

તેલંગણામાં કોરોના વાયરસની અસરમાંથી બાકાત

કોરોના વાયરસથી સંક્રમિત 24 વર્ષીય એન્જીનિયર સ્વસ્થ થયા પછી તેલંગણામાં આ વાયરસનો કોઈ નવો કેસ નથી. રાજ્યના આરોગ્ય પ્રધાન ઈ રાજેન્દ્રએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. અન્ય રાજ્યોમાં કોરોના વાયરસના ફેલાવાને કારણે સર્વેલન્સમાં વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં મંગળવારે 3,534 મુસાફરોની તપાસ કરાઈ

દિલ્હી સરકારે જણાવ્યું હતું કે, મંગળવારે કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી અહીં આવેલા 3,534 મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. દિલ્હી સરકારે જાહેર કરેલા આરોગ્ય બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં રહેતા વ્યક્તિ કોરોના વાયરસથી અસરગ્રસ્ત નથી.

ભારતમાં રાજ્યવાર કોરોના વાયરસના કેસો

દિલ્હી - 4

હરિયાણા -14 (ઈટાલિયન નાગરિકો)

કેરળ -14 (સ્વસ્થ થયેલા ત્રણ કેસ સાથે)

રાજસ્થાન -2 (ઈટાલીના નાગરિકો)

તેલંગણા-1

ઉત્તર પ્રદેશ -9

લદાખ -2

તમિલનાડુ -1

જમ્મુ-કાશ્મીર-1

પંજાબ-1

મહારાષ્ટ્ર -5

કર્ણાટક-1

ABOUT THE AUTHOR

...view details