નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં સતત વધી રહેલી કોરોના સંક્રમિતોની સંખ્યા જોખમી સ્તરે પહોંચી છે. દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન અનુસાર એક દિવસમાં કોરોનાના 1501 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં સામે આવેલા કેસમાં સૌથી વધારે છે. અહી કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા પણ રેકોર્ડ તોડી રહી છે. જે 242 પર પહોંચી ગઈ છે.
પાટનગર દિલ્હીમાં કોરોનાનો કહેર: 242 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થયા
દેશના પાટનગર દિલ્હીમાં સતત વધી રહેલી કોરોના સંક્રમિતોની સંખ્યાની સાથે સાથે દિલ્હીમાં કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધી રહી છે અને તે હવે 242 પર પહોંચી ગઈ છે.
દિલ્હીમાં કોરોના હોટ સ્પોટની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે. તમને જણાવી દઇએ કે, કોઈપણ જગ્યાએથી 3 કે તેથી વધુ કોરોના કેસ સામે આવ્યા હોય તો તે જગ્યા અને તેની આસપાસના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવે છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 5 નવા કન્ટેઇનમેન્ટ ઝોન બન્યા છે અને ત્યારપછી આ સંખ્યા 242 પર પહોંચી ગઈ છે.
અલગ-અલગ જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ કન્ટેઇનમેન્ટ ઝોન ઉત્તર જિલ્લામાં છે. અહી 35 જગ્યાએ કોરોના હોટ સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં 16, ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં 22, દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં 32, દક્ષિણ- પૂર્વ દિલ્હીમાં 19, દક્ષિણ દિલ્હીમાં 34, શાહદરામાં 14, પૂર્વ દિલ્હીમાં 19, સેન્ટ્રલ દિલ્હીમાં 19 કેસ સહિત કન્ટેઇનમેન્ટ ઝોન બન્યા છે.