જયપુરઃ પ્રદેશમાં છેલ્લા 12 કલાકમાં 66 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ પ્રદેશમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 4,394 થઇ છે. તો પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 122 દર્દીઓના કોરોના સંક્રમણથી મોત થયા છે.
રાજસ્થાનમાં કોરોના વાઇરસના આંકડા ચિકિત્સા વિભાગ પાસેથી મળેલી જાણકારી મુજબ જયપુરથી 13, ઉદયપુરથી 20, કોટાથી 1, નાગૌરથી 16, અજમેરથી 2, સીકરથી 3, અલવરથી 1, કરોલીથી 1, જોધપુરથી 7 અને જાલોકથી 2 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 12 કલાકમાં જયપુરના SMS હોસ્પિટલમાં 2 મહીનાની બાળકી અને 63 વર્ષના વૃદ્ધનું મોત થયું છે.
રાજસ્થાનમાં કોરોના વાઇરસના આંકડા આ ઉપરાંતે BSFના 43 જવાન પણ અત્યાર સુધીમાં કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે. ઇરાનથી પરત આવેલા ભારતીયોમાંથી 61 લોકો, ઇટલીથી 2 લોકો અને અન્ય રાજ્યોના 5 દર્દીઓ અત્યાર સુધી પ્રદેશમાં પોઝિટિવ મળ્યા હતા. પ્રદેશમાં અત્યાર સુધીમાં 1,94,683 લોકોના સેમ્પ્લિંગ કરવામાં આવ્યું છે. જેમાં 1,86,125 સેમ્પલ નેગેટિવ મળ્યા છે અને 4,164 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 2,575 પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જે બાદ 2,346 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં પ્રદેશમાં 122 લોકોના મોત પણ થયા છે.