નવી દિલ્હી : દિલ્હીની હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોરોનાથી સંક્રમીત એક વ્યક્તીએ આપઘાત કર્યો છે. મૃતકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
રાજધાની દિલ્હીમાં કોરોનાના દર્દીએ હોસ્પિટલમાં આપઘાત કર્યો - ડાયલિસિસ
રાજધાની દિલ્હીમાં 63 વર્ષના વ્યક્તીને ડાયલિસિસ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર સમયે દર્દીને કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળતા આપઘાત કર્યો હતો.

કોરોનાના દર્દીએ હોસ્પિટલમાં આપઘાત કર્યો
હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ 63 વર્ષના વ્યક્તિને ડાયલિસિસિ હોવાને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે દરમિયાન સારવાર સમયે તેને કોરોના પોઝીટીવ હોવાનુ માલુમ પડ્યુ હતુ. જેના પગલે પંખામાં લટકી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ સમગ્ર મામલે કેસ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે કોરોનાના કેસ સતત વધતા જઇ રહ્યા છે. જેના પગલે રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા 20 હજારને પાર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં 523 લોકોના મોત નિપજ્યા છે.