નવી દિલ્હીઃ કોરોના દર્દીઓને હવે હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ 15 મિનિટની અંદર દાખલ કરવો પડશે અને 1 કલાકની અંદર સારવાર શરૂ કરવી પડશે. દર્દીને હોસ્પિટલને સવારની ચા, નાસ્તો, બપોરના ભોજન, સાંજની ચા, રાત્રિભોજન અને ફળો આપવાના રહેશે.
અવ્યવસ્થાની ફરિયાદ બાદ લેવાયો નિર્ણય
લેફ્ટનન્ટ ગવર્નરના આદેશને પગલે પદ્મિની સિંઘલાએ તમામ હોસ્પિટલોને ગાઇડલાઈન જાહેર કરી છે કે, કોરોના દર્દીને હોસ્પિટલ પહોંચતા જ તેને એમ્બ્યુલન્સ દ્વારા 15 મિનિટની અંદર લાવવો પડશે અને દર્દીની પથારી વ્યવસ્થા કરીને તાત્કાલિક તપાસ કરવામાં આવશે. સાથે જ તેની તબિયત પ્રત્યે ખાસ ધ્યાનમાં આપવામાં આવશે.
60 મિનિટમાં શરૂ થશે સારવાર
હોસ્પિટલમાં કોરોના દર્દીને નાસ્તો આપવો પડશે અને 60 મિનિટની અંદર સારવાર શરૂ કરવી પડશે. જે પણ ડૉકટરો દર્દીની તપાસ કરી રહ્યાં છે, તેમણે તાત્કાલિક વરિષ્ઠ નિષ્ણાતની સલાહ લેવી પડશે અને નક્કી કરશે કે કોરોના દર્દીની સ્થિતિ શું છે. બેડને કોરોના દર્દીની સ્થિતિ જાણીને આપવામાં આવશે. દર્દીની પરિસ્થિતિ અનુસાર બેડ બદલવો આવશ્યક છે. જો દર્દીની સ્થિતિ ગંભીર હોય અને બીજી હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ હોય અને વધુ સુવિધાઓની જરૂર હોય તો તે જ હોસ્પિટલ કરશે. સાથે બીજી હોસ્પિટલમાં મોકલવાની તબીબી સુવિધાઓ પણ ચાલુ રહેશે.