નવી દિલ્હી: બીજીવાર લોકડાઉન કરવા છતાં અને લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના તમામ પ્રયત્નો છતાં રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જો કે રવિવારના બદલે સોમવારે દિલ્હીમાં કોરોનાના કેસ ઓછા જરૂર આવ્યા છે. જે એક સારી વાત કહેવાય પરંતુ તેમ છતાં દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસ 2081 સુધી પહોંચી ગયા છે. જ્યારે એક દિવસમાં 141 લોકો સ્વસ્થ પણ થયા છે.
સોમવારે રાત્રે દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2081 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 78 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસમાં 141 લોકો સાજા થયા છે. ત્યારે કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 441 પર પહોંચી છે. કોરોનાથી મરનારાની વાત કરીએ તો સોમવારે 2 લોકોના મોત થતાં, રાજ્યમાં કુલ 47 લોકોના મૃત્યુ થયા છે.