રાષ્ટ્રપતિને પત્ર લખનારાઓમાં જનરલ એસ એફ રોડ્રિગ્સ, પૂર્વ જનરલ શંકર રાય ચૌધરી, પૂર્વ જનરલ દિપક કપૂર અને પૂર્વ વાયુસેના પ્રમુખ એનસી સૂરી પણ સામેલ છે. આ પત્રમાં સેનાના પરાક્રમનો જે નેતાઓ રાજકીય લાભ ખાંટવાની કોશિશ કરી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે.
સેનાના રાજનીતિકરણ મામલે 'ખોટી ચિઠ્ઠી' ને લઈ વિવાદ વકર્યો, પૂર્વ સેનાના અધિકારીઓમાં ફાંટા પડ્યા
ન્યૂઝ ડેસ્ક: સેનાના રાજનીતિકરણને લઈ હાલ વિવાદ ઊભો થઈ ગયો છે. જેમાં પૂર્વ સૈન્ય અધિકારીઓએ કથિત રીતે રાષ્ટ્રપતિને પત્ર લખવા બાબતે વિવાદ શરૂ થઈ ગયો છે. અમુક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દાવો કરવામાં આવી રહ્યો છે કે, 3 સેના પ્રમુખ સહિત 156 પૂર્વ સૈન્ય અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. પણ આ બાબતને લઈ હાલ સેનાના પૂર્વ અધિકારીઓમાં અલગ અલગ ફાટા પડી ગયા છે. પૂર્વ આર્મી ચીફ માર્શલ એન સી સૂરીએ આવી કોઈ ચીઠ્ઠીમાં પોતાની સહમતી આપી નથી. જ્યારે બીજી બાજું મેજર જનરલ હર્ષ કક્કડે કહ્યું કે, તેમણે ચિઠ્ઠી વાંચ્યા બાદ પોતાની સહમતી આપી છે. આ ઉપરાંત પૂર્વી આર્મી ચીફ શંકર રોય ચૌધરીએ પણ ચિઠ્ઠી લખવાની વાતનો સ્વિકાર કર્યો છે.
પ્રતિકાત્મક ફોટો
આ અગાઉ યુપીના મુખ્યપ્રધાન યોગીએ પણ ભારતીય સેનાને મોદીની સેના ગણાવી હતી ત્યાર બાદથી વિવાદ વકર્યો છે. વધતા જતાં વિવાદને લઈ ભારતીય નૌસેનાના પૂર્વ પ્રમુખ એલ.રામદાસે ચૂંટણી પંચમાં પત્ર લખી ભાષણોમાં સેનાના ઉલ્લેખને લઈ ચિંતા વ્યક્ત કરી છે. યોગીના નિવેદન પર ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો છે.
પૂર્વ સૈન્ય અધિકારીઓની રાષ્ટ્રપતિને લખેલી ચિઠ્ઠી પર કોંગ્રેસે હાથો હાથો આ મુદ્દાને ઝડપી લીધો હતો. ત્યાર બાદ કોંગ્રેસે મોદી પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા હતા.
Last Updated : Apr 12, 2019, 5:20 PM IST