લોકસભા ચૂંટણીને લઈ નેતાઓએ રાજકીય નિવેદનો કરવાનું ચાલું કરી દીધા છે. UPના ઉન્નાવથી BJP સાંસદ સાક્ષી મહારાજે ફરી એક વખત કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. સાક્ષી મહારાજે કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢઢેરાને જોઈને લાગે છે કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે તૈયાર કર્યુ છે.
જૈશ-એ-મોહમ્મદે બનાવ્યો છે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ સાક્ષી મહારાજ - up
ન્યૂઝ ડેસ્ક: હાલમાં જ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં પર ભાજપના સાંસદ અને ઉત્તરપ્રદેશના ઉન્નાવથી ભાજપના ઉમેદવાર સાક્ષી મહારાજે વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢઢેરાને જોઈને લાગે છે કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે તૈયાર કર્યુ છે. જનતા બધું જાણે છે. ચૂંટણીમાં તેનો જવાબ આપીશું.
BJPએ ઉન્નાવથી સાક્ષી મહારાજ પર ફરીથી વિશ્વાસ મુક્યો છે. શનિવારે તેમણે તેમનું ઉમેદવારી ભર્યું છે. આ દરમિયાન તેમણે વિરોધી દળો પર પ્રહાર કર્યા અને કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢઢેરાને આતંકવાદીઓની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. તેવું કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, "એવુ લાગે છે કે, જાણે કોંગ્રેસનો ચૂંટણી ઢઢેરો જૈશ-એ-મોહમ્મદે તૈયાર કર્યુ છે. આ જનતા બધુ જાણે છે. ચૂંટણીમાં આનો જવાબ આપીશું.
મહત્ત્વનું છે કે, કોંગ્રેસ પાર્ટીએ આ અઠવાડીયાના મંગળવારે પોતાનો ચૂંટણી ઢઢેરો જાહેર કર્યો છે. જેમાં દેશદ્રોહ તથા આફ્સપા જેવા સંવેદનશીલ મુદ્દાઓને કોંગ્રેસે શામેલ કર્યા છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ‘હમ નિભાયેગે’માં કહ્યું છે કે, જો પાર્ટી સત્તામાં આવશે તો દેશદ્રોહના અપરાધને વ્યાખ્યાયિત કરવા વાળા ભારતીય દંડ સંહિતાની ધારા 124 A ને ખત્મ કરવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં લખવામાં આવ્યું છે કે, આ ધારાનો ખૂબ દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.