તેમણે કહ્યું હતું કે, કાશ્મીરમાં આઝાદી માટેનું અંતિમ સંઘર્ષ માટેનો સમય આવી ગયો છે. અને હવે આ વખતે ભારત સાથે થનારું યુદ્ધ આખરી હશે.
ભારત સાથે ઓક્ટોબર-નવેમ્બરમાં યુદ્ધ નિશ્ચિત: પાકિસ્તાની પ્રધાન
રાવલપિંડી: જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી પેદા થઈ છે. વારંવાર પાકિસ્તાન તરફથી વિચિત્ર પ્રકારના નિવેદનો આવતા રહે છે. ત્યારે આજે વધુ એક આવા જ પ્રકારનું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના બટકબોલા રેલ્વે પ્રધાન શેખ રશિદ અહમદે દાવો ભારત સાથે યુદ્ધ કરાવાનો દાવો કર્યો છે.
ians
હાલમાં જ લંડનમાં જેના પર ઈંડા ફેંકાયા હતાં તેવા શેખ રશીદે કહ્યું હતું કે, હિટલર મોદીના લીધો કાશ્મીરમાં બોમ્બની ગંધ આવી રહી છે.
તેણે વધુમાં કહ્યું હતું કે, કાશ્મીર અંગેનો નિર્ણય ત્યાંના યુવાનો કરશે નહીં કે, સંયુક્ત રાષ્ટ્ર. જો સુરક્ષા પરિષદ આ અંગે કોઈ નિર્ણય લેવા માગતી હતી તો અત્યાર સુધીમાં તો જનમત સંગ્રહ કરાવ્યો હોત.