ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વાસ્તવિક અંકુશ રેખા (LAC) ને ભૂંસી નાંખવાનું કાવતરું

હિમાલયના પહાડી પ્રદેશોમાં ભારત સાથે પ્રાદેશિક વિવાદ હોવા ઉપરાંત ચીને તાજેતરમાં જ લદાખમાં ઘૂસણખોરી કરી હતી. ચીનના સૈનિકોએ વાસ્તવિક અંકુશ રેખા ઓળંગતા બંને દેશો વચ્ચે સરહદે તંગદીલી વધી ગઇ હતી. લદાખના પેગોંગ સો, દેમચોક, ગલવાન ખીણ પ્રદેશ અને દૌલતબેગ ઓલ્ડી વિસ્તારોમાં ભારત અને ચીનના સૈનિકો ઘણા સમયથી એકબીજાને સામસામા ઘૂરકીયા કરતાં અને ભારે બોલાચાલી કરતાં હતા. ગલવાન ખીણ પ્રદેશમાં તાજેતરમાં થયેલી હિંસક ઝપાઝપીમાં ભારતના 20 જવાનો શહીદ થઇ ગયા હતા. દરમ્યાન ચીને લદાખની પૂર્વે આવેલો ગલવાન ખીણ પ્રદેશ પોતાની માલિકીનો દોવાનો દાવો કર્યો હતો.

ો
વાસ્તવિક અંકુશ રેખા (LAC) ને ભૂંસી નાંખવાનું કાવતરું

By

Published : Jun 22, 2020, 8:45 PM IST

હૈદરાબાદઃ વાસ્તવિક અંકુશ રેખા (LAC) એ 3440 કિલોમીટરની એવી નબળી વિભાજન રેખા છે જે ચીનના અંકુશવાળા ક્ષેત્રોને ભારતના અંકુશવાળા ક્ષેત્રોથી અલગ પાડે છે. ઘણા વિસ્તારોમાં LAC ઉપરના વિસ્તારો ઢંકાઇ ગયા હોવાથી ચીન ગેરકાયદે તે વિસ્તારો ઉપર પોતાનો દાવો કરે છે. વારંવાર અથડામણ અને ઝપાઝપી આ વિસ્તારમાં સામાન્ય બાબત બની ગઇ છે. LAC પશ્ચિમ, પૂર્વ અને મધ્ય એમ ત્રણ સેક્ટરનાં વિભાજીત થયેલી છે.

પશ્ચિમ સેક્ટર (કારાકોરમ ઘાટના ઉત્તરપશ્ચિમથી દેમચોક સુધી-1570 કિલોમિટર). 1950ની સાલથી ભારત અને ચીન વચ્ચે અક્સાઇ ચીન સૌથી વધુ સરહદી વિવાદ બની રહ્યો છે. આ વિસ્તાર 38000 ચોરસ કિલોમિટરનો છે. ચીને 1957માં આ વિસ્તાર પડાવી લીધો હતો પરંતુ ભારતનો દાવો છે કે ચીને હુમલો કરીને જે વિસ્તાર પડાવી લીધો છે તે વાસ્તવમાં લદાખનો એક ભાગ છે. ચીને 1962માં અક્સાઇ ચીનમાંથી પસાર થતાં અને તિબેટ અને ઝીનઝિયાંગને જોડતા એક રોડનું બાંધકામ કર્યું હતું. દેમચોક એક ગામડું છે અને ભારત અને ચીન વચ્ચેના સરહદી દેમચોક સેક્ટરમાં આવેલી લશ્કરી છાવણી છે. ભારતીયોનો દાવો છે કે સરહદ વાસ્તવમાં દેમચોકના દક્ષિણ-પૂર્વની પેલેપાર સુધી લંબાયેલી છે, અને આ જ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અવાર-નવાર ઝપાઝપી અને સંઘર્ષ થાય છે.

પૂર્વ સેક્ટર (સિક્કીમથી મ્યાનમારની સરહદ સુધી-1325 કિલોમિટર)માં સૌથી વધુ વિવાદાસ્પદ વિસ્તારો અરૂણાચલ પ્રદેશમાં આવેલા છે. ચીન દાયકાઓથી અરૂણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરતું આવ્યું છે. આસાફિલા એ એક એવો 100 ચોરસ કિલોમિટરનો વિસ્તાર છે જે અપર સુબાનસીરી ડિવિઝનમાં આવેલો છે અને તે ગાઢ જંગલો અને પહાડોથી ઘેરાયેલો છે. 1962ના ભારત-ચીન યુદ્ધ દરમ્યાન આ વિસ્તાર ચીનના સૈન્યના સીધા હુમલા હેઠળ આવ્યો હતો. હાલમાં આ વિસ્તાર ઉપર કોઇપણ દેશની માલિકી નથી. અપર સુબાનસીરી ડિવિઝનમાં આવેલા લોંગઝુ એ ચીનના તિબેટ પ્રાંતના મીંગયીતુન વિસ્તારમાં આવેલી ચીનની લશ્કરી ચોકીની બરાબર સામે આવેલું છે. 1959માં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએએલ) અને આસામ રાઇફલ્સના જવાનો વચ્ચે સૌ પ્રથમવાર આ વિસ્તારમાં સશસ્ત્ર અથડામણ થઇ હતી. ભારતે લોંગ જૂને ફરીથી આંચકી ન લીધું પરંતુ લોંગ જૂથી 10 કિલોમિટર દક્ષિણે માજા ખાતે પોતાની એક ચોકી બનાવી હતી. નામ કા ચૂ નદીની ખીણ તવાંગથી 60 કિલોમિટર પહેલાં આવેલી છે, અને આ એ જગ્યા છે જ્યાંથી. 1962નું યુધ્ધ શરૂ થયું હતું. સુમદોરોંગ ચુ એ તવાંગ જિલ્લાના ક્યા પો વિસ્તારમાં નામ ચૂ ની પૂર્વમાં આવેલી એક નાની નદી કે નાળાનો વિસ્તાર છે. ચીનના લશ્કરે 1986માં તેના ઉપર કબ્જો જમાવી દીધો હતો. ચીનના આ બળજબરીપૂર્વકના કબ્જાનો જડબાતોડ જવાબ આપતા ભારતીય લશ્કરે 1986ના મધ્યમાં યાંગત્સે (તવાંગ જિલ્લાનો એક ભાગ) પડાવી લીધો હતો.

મધ્યનું સેક્ટર ( દેમચોકથી નેપાળની સરહદ સુધી-545 કિલોમિટર) ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને સમાંતર આવેલું છે. આ વિસ્તાર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા ઘાસના મેદાનો ધરાવે છે. આ વિસ્તાર પણ ચીનના આક્રમણનો ઇતિહાસ ધરાવે છે.

પેગોંગ સો અથવા પેગોંગ સરોવર હિમાયલમાં આવેલું છે. આ 135 કિલોમિટર લાંબું સરવોર છે જે ભારતથી ચીનના સ્વાયત્ત તિબેટના પ્રદેશ સુધી વિસ્તરેલું છે. તે લેહથી 54 કિલોમિટર દૂર આવેલું છે. 1962ના યુધ્ધમાં ચીને તેનો મુખ્ય હુમલો આ સરોવર પાસેથી કર્યો હતો. ચીને પેગોંગ સો ના પૂર્વ છેડે તેનો એક નેશનલ હાઇવે બાંધ્યો છે. ભારત સાથે યુધ્ધ થાય એવા સંજોગોમાં ચીન માટે આ સરોવર વ્યૂહાત્મક રીતે ઘણું મહત્વનું બની શકે છે.

ગલવાન નદી વિવાદાસ્પદ અકસાઇ ચીનના પ્રદેશમાંથી ભારતના લદાખમાં વહે છે. 1962ના યુધ્ધમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જ્યાં જ્યાં મોટી લડાઇઓ લડાઇ હતી તે વિસ્તારો પૈકીનો આ એક વિસ્તાર પણ હતો. કાશ્મીરી મૂળના ગુલામ રસુલ ગલવાન નામના ખોજકર્તાના નામ ઉપરથી આ નદીનું નામ ગલવાન પડ્યું છે. ભારતે અક્સાઇ ચીનના ભૂખંડ ઉપર પોતાનો દાવો ચાલું રાખ્યો છે જ્યારે ચીને પોતાના દાવાને ગલવાન નદીના પશ્ચિમ સુધી વિસ્તાર્યો છે.

દૌલત બેગ ઓલ્ડી એ લદાખમાં આવેલું લશ્કરી મથક છે. તે અક્સાઇ ચીનની ઉત્તર-પશ્ચિમે 9 કિલોમિટર દૂર આવેલું છે. ભારતના એરફોર્સે 43 વર્ષના અંતરાલ બાદ 2008માં અહીં વાહનો ઉતાર્યા હતા. 1962ના યુધ્ધ બાદ આ વિસ્તાર પણ વિવાદાસ્પદ બની ગયો છે.

સરહદે કરેલી ઘૂસણખોરી બાદ ચીનની સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા તદ્દન સ્પષ્ટ બની ગઇ છે. પૂર્વ લદાખમાં પોતાનો દાવો વિસ્તાર્યા બાદ ચીને દેમચોક-કુયુલ સેક્ટરમાં આક્રમણ કર્યું હતું. અગાઉ લદાખની સરહદ કેગુ નારો ખાતે હતી, બાદમાં ચીનનું સૈન્ય ધીમે ધીમે નગાતસેંગ (1984), નાકુંગ (1991), લુંગમા સેરદેંગ (1992), અને સ્કેકજંગ (2008) સુધી આગળ વધી ગયું. 2000ની સાલમાં ચીને ચીપ ચેપ નદી આંચકી લીધી હતી જે વિવાદાસ્પદ અક્સાઇ ચીનના ઝીનઝિયાંગ પ્રદેશમાંથી વહે છે. 2013માં ચીને ફરીથી ભારતની મુખ્ય ભૂમિ ઉપર 19 કિલોમિટરના વિસ્તાર ઉપર આક્રમણ કર્યું હતું. ભૂતપૂર્વ વિદેશ સચિવ શ્યામ શરણે કહ્યું હતું કે ચીને ઘૂસણખોરી કરીને અત્યાર સુધી ભારતની 640 ચોરસ કિલોમિટર સુધીની જમીન પચાવી પાડી છે.

ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદનો એક લાંબો ઇતિહાસ છે તેમ છતાં તાજેતરમાં જે તંગદીલી સર્જાઇ છે તે હાલમાં બનેલી નવી ઘટનાઓનું પરિણામ છે. આક્રમણ કરવાના પ્રયાસનો ચીનને મજબૂત વળતો જવાબ આપતા ભારતે તેના સરહદી આંતરમાળખાને વધુ મજબૂત બનાવી દીધું છે. ભારતે દરબુક-શાયોક-દૌલત બેગ ઓલ્ડી વચ્ચે 225 કિલોમીટર લાંબી સડક બનાવી દીધી છે. આ બાંધકામના પગલે જ ચીન ઉશ્કેરાયું હતું જેના જવાબમાં તેણે ગલવાન નાળા નજીકનો પુલ અને ચોકીઓ ઉડાવી દીધી હતી. લદાખને તાજેતરમાં જ કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યો છે. ચીને ભારત સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી અને પૂર્વ લદાખ ઉપર પોતાના દાવાનો દૃઢ પુનરોચ્ચા કર્યો હતો. વધુમા તેણે યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટિ કાઉન્સિલમાં એવી ફરિયાદ કરી હતી કે જમ્મુ-કાશ્મીરની માન્યતા ગેરકાયદે છે. યાદ રહે કે કેટલાંક દેશોએ ચીન ઉપર નોવેલ કોરોના વાઇરસ ફેલાવવાનો આક્ષેપ ક્યો છે. કોવિડ-19નું અસલ મૂળ ક્યાંથી ઉદભવ્યું હતું તેની તપાસ માટે અમેરિકાએ ભારત પાસે મદદ પણ માંગી હતી. અન્ય દેશો સાથે જોડાણ કરવા બદલ ભારતને ચેતવણી આપતાં ચીને સરહદ ઉપર હુમલો કરવાનો આશરો લીધો છે. તે સાથે તે નેપાળને પણ ભારત વિરુધ્ધ ઉભું કરી રહ્યું છે. વધુમા તેણે નેપાળ ઉપર એવો નવો નકશો જાહેર કરવા દબાણ ઉભું કર્યું હતું જેમાં લિપુલેખ અને કાલાપાનીના વિસ્તારો પણ દર્શાવેલાં હોય.

ABOUT THE AUTHOR

...view details