માયાવતીએ પણ એવો આરોપ લગાવ્યો હતો કે, યુપીમાં ગઠબંધનને નુકસાન પહોંચાડવા માટે ભાજપ કોંગ્રેસ રાજ રમત કરી રહ્યું છે. પ્રિયંકા ગાંધીએ આ વાતને લઈ કહ્યું હતું કે, અમારી અને ભાજપની વિચારધારા અલગ છે તેથી અમે ક્યારેય ભાજપ સાથે ગઠબંધન કરીશું નહીં. તથા યુપીની તમામ સીટ પર અમે ભાજપની સામે મજબૂત ઉમેદવાર ઊભા રાખ્યા છે જે ભાજપના મત ચોક્કસ કાપશે તથા બરાબરની ટક્કર પણ આપશે. જેમાં ભાજપને નુકસાન જશે.
ભાજપ અને કોંગ્રેસની વિચારધારા અલગ, ક્યારેય ગઠબંધન નહીં થાય: પ્રિયંકા ગાંધી - congress
ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે રાયબરેલીમાં પોતાની માતા સોનિયા ગાંધી માટે પ્રચાર કરવા ગયા હતાં. જ્યાં તેમણે તે વાતને મૂળમાંથી કાઢી નાખી હતી કે શું ભાજપ અને કોંગ્રેસ યુપીમાં ગઠબંધનને નુકસાન પહોંચાડવા માટે મત કાપવાનું કામ કરી રહ્યા છે. જેને પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો હતો.
file
જ્યારે આ બાબતે અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે, કોઈ પણ પાર્ટી ક્યારેય નબળો ઉમેદવાર ઊભા રાખતા નથી. યુપીમાં મહાગઠબંધનને કોઈ કંન્ટ્રોલ નહીં કરી શકે. યુપીમાં લોકો કોંગ્રેસની સાથે નથી કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે.
તો આ વાતને લઈ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, અમે તમામ ઉમેદવાર મજબૂત ઉતાર્યા છે તથા અમે તમામ સીટ જીતશું અને જો જીત્યા નહીં તો ભાજપના તો મત કાપવાનું કામ કરીશું.