કર્ણાટક કોંગ્રેસના કાયદા તેમજ માનવાધિકાર એકમના ચેરમેન સી.એમ. ધનંજયએ વિધાનસભા અધ્યક્ષ રમેશકુમારને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અધ્યક્ષને વિનંતી કરતાં કહ્યુ છે કે. 13 ધારાસભ્યોએ બંધારણ અને વિધાનસભાના નિયમોની વિરુદ્વમાં રાજીનામાં આપ્યા છે. આ રાજીનામાં તેમણે વિધાનસભાને વ્યક્તિગત રીતે નથી સોંપ્યા. ધારાસભ્યોએ અધ્યક્ષની ગેરહાજરીમાં આપ્યા છે. તેમજ રાજીનામા આપવા માટે તેમને મજબૂર કરાયા છે અથવા લાલચ અપાઈ છે. કાયદાની દ્રષ્ટિએ આવા ત્યાગપત્રનો અસ્વિકાર જ થવો જોઈએ.
LIVE કર્ણાટક સરકાર: સ્પિકરે કહ્યું રાજીનામા મળ્યા નથી, કોંગ્રેસ ધારાસભ્યો ધરણા પર બેઠા
ન્યૂઝ ડેસ્કઃ કર્ણાટક સરકારમાંથી કોંગ્રેસ અને JDSનાં 13 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં છે. આ રાજીનામા નિયમની વિરુદ્વ હોવાથી તેનો સ્વીકાર ન કરાઈ તેવી માગ કોંગ્રેસે કરી છે. આ માટે કોંગ્રેસના કાયદા સેલના આગેવાનોએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી રાજીનામાનો અસ્વીકાર કરવા અનુરોધ કર્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને પાર્ટી અધ્યક્ષ યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, કુમારાસ્વામી રાજીનામું આપે.
આ ઉપરાંત કોંગ્રેસ અને JDS બળવાખોર ધારાસભ્ય સામે બંધારણની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી શકે તેવા પણ એંધાણ છે. કોંગ્રેસે આ આખા તરકટ પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ મુક્યો છે. કોંગ્રસે કેટલીક તસવીરો સાથે ભાજપ સામે સવાલો ઉભા કર્યા છે. જેમાં રાજનાથસિંહ, અમિત શાહ, અન નરેન્દ્ર મોદી સામે પ્રશ્નો કર્યા છે કે, વિધાનસભ્યોને ખરીદવા માટે કેટલા રુપિયા ખર્ચ કરાયા છે? તેમના માટે હવાઈ સફર અને હોટલનો ખર્ચો કેમ ઉઠાવ્યો? આ ધારસભ્યો સાથે કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી.એસ.યેદિયુરપ્પાના પર્સનલ આસિસ્ટન્ટ કેમ હતા? મહારાષ્ટ્રના ભાજપના નેતા કેમ હોટલમાં ધારાસભ્યોને મળવા ગયા? આ દરેક બાબત સાબિત કરે છે કે ભાજપ લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહી છે.
કર્ણાટકનું રાજકીય ગણિત
કર્ણાટકમાં કુલ 224 વિધાનસભાની સીટ છે, બહુમત માટે 113 સીટ જોઈએ. ભાજપ પાસે 105 સીટ છે, જ્યારે કોંગ્રેસ પાસે 80 અને જેડીએસ પાસે 37 સીટ છે. અહીં બસપા તથા અપક્ષ ઉમેદવારે પણ સરકારને સમર્થન કર્યું હતું. પણ 13 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા બાદ હવે સરકારમાં 104 ધારાસભ્યો રહ્યા છે. જો કે, વિધાનસભા અધ્યક્ષે હજૂ સુધી આ 13 ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કર્યા નથી.